મોટા સમાચાર : અયોધ્યામાં રામ મંદિર ના નિર્માણમાં આવ્યું નવું વિધ્ન,200 ફૂટ જમીનમાંથી…

Published on: 9:10 pm, Tue, 15 December 20

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થઈ ગયું છે. પરંતુ મંદિર નિર્માણનું કામ કરી રહેલા એન્જિનિયરો સામે કેટલાક પડકારો ઊભા થયા છે. રામ મંદિર નિર્માણ માટે જ્યારે જમીનમાં 200 ફૂટ ઊંડે માટેની તપાસ કરવામાં આવી તો માત્ર રેત મળી આવી હતી. પથ્થરોમાંથી ઉભા કરવામાં આવેલા મંદિર નો ભાર ખમી શકવા માટે સક્ષમ માટી નથી મળી રહી. રામ મંદિર ભૂમિ પર છેલ્લા 6 મહિના કરતાં.

વધારે સમયથી ખોદકામ કરીને માટેની તપાસ કરવાનું કામ ચાલી રહ્યું છે.પણ જ્યારે મંદિરનું બાંધકામ કરી રહેલી કંપની લાર્સન એન્ડ પૂર્વ અને બાંધકામ માટે જરૂરી માહિતી મળતાં રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સામે નવી મુશ્કેલી ઊભી થાય છે.સરયૂ નદીના કિનારે હોવાના કારણે પાયામાં મળી રહેલી રેતીના કારણે મંદિરની મજબૂતીને લઇને સવાલો ઉભા થયા છે.

પાઈલિંગ ટેસ્ટ દરમ્યાન પિલર થોડો ખસી ગયો હતો. આમ થવા પાછળનું કારણ જમીન નીચે સરયુ નદી ની રેતી છે.નિષ્ણાતોનું માનવું છે કે, એક સમયે સરયુ નદી મંદિરની બાજુમાંથી જ પસાર થતી હોવી જોઈએ.નીરમાં એજન્સીના નિષ્ણાતો અને દેશના સભ્યો વચ્ચે બે દિવસની ચર્ચા વિચારણા બાદ નક્કી કરવામાં આવ્યું છે.

હવે ટેકનીકી સબ કમિટીના રિપોર્ટ બાદ નવેસરથી મંદિર બાંધવામાં ફાઉન્ડેશન ની શરૂઆત થશે.નિષ્ણાતોએ હવે નવો રિસર્ચ રિપોર્ટ ટૂંક સમયમાં જ આપવાનો રહેશે.નિષ્ણાંતોની સલાહ બાદ એ નિશ્ચિત કરવામાં આવ્યું છે કે, જે પ્રકારે નદીના માટે પિલર નો બોર કરવામાં આવે છે.

તે રીતે રામ મંદિર નિર્માણ માટે પણ.અત્યાધુનિક મશીનો દ્વારા પાયામાં પિલર ને ઉભો કરવામાં આવશે. તેમાં પરીક્ષણ બાદ પસંદ કરવામાં આવેલી માટી અને મોરગ સાથે ઉંચી ગુણવત્તાની સિમેન્ટમાં અલગથી કેમિકલ નું મિશ્રણ કરી ને એની ક્ષમતા વધારવામાં આવશે.

ત્યારબાદ આ ત્રણેય મિશ્રણને મશીન દ્વારા પિલર માટે ખોદવામાં આવેલા ખાડામાં ઉતારવામાં આવશે. જે સુકાયા બાદ પિલર શિલામાં ફેરવાઈ જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!