ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવ ને લઈને આવ્યા મોટા સમાચાર,જાણો વિગતે

212

ગિરનાર ની ટિકિટ ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 29 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી જુનાગઢ નિવાસીઓ માટે ટીકીટ દર મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 5 વર્ષ થી 10 વર્ષના બાળકો માટે 250 રૂપિયા જ્યારે 10 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મુલાકાતીઓ માટે 500 રૂપિયા રહેશે.આ જાહેરાત માત્ર જૂનાગઢમાં રહેતા લોકો માટે જ કરવામાં આવી છે અને રોપ વે યોજના અમલીકરણ બાદ જૂનાગઢવાસીઓ આપેલ સહયોગ બદલ આ સ્કીમ આપવામાં આવી છે.

કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ પુખ્ત વયના મુલાકાતીઓએ તેમના આવવા-જવાના ભાડા પેટે 18% જીએસટી સાથે 700 રૂપિયા અને બાળકોના 350 ચૂકવવાના રહેશે. જ્યારે એક તરફ મુસાફરી માટે જીએસટી સાથે 400 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જૂનાગઢના મેયર ધીરુભાઈ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું.

લોકોનેટિકિટના ભાવ ઊચા હોવાના.કારણે અનેક લોકો ભવનાથ સુધી જાય છે પરંતુ ભાવ સાંભળીને પરત ફરી જાય છે. સામાન્ય અને ગરીબ વર્ગને આ ભાવ પરવડે તેમ નથી.ટિકિટના દર ઘટાડવા લોકોની માંગણીઓ છે.

અને આ અંગે કંપની સાથે પરામર્શ કરી ટિકિટનો દર એક વ્યક્તિ દીઠ 400 રૂપિયા આસપાસ રહે તેવી માંગણી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!