લગભગ 50 દિવસથી જેલમાં બંધ દેવાયત ખવડને લઈને આવ્યા મોટા સમાચાર, હજુ પણ આગામી દિવસોમાં દેવાયત ખવડને… જાણો એવું તો શું થયું…

Published on: 3:59 pm, Fri, 3 February 23

મિત્રો તમે બધા ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડને તો જરૂર ઓળખતા હશો. રાજકોટ શહેરમાં સાત ડિસેમ્બર 2022ના રોજ દેવાયત ખવડ પોતાના બે સાથીદારો સાથે મળીને બિલ્ડર મયુરસિંહ રાણા ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. આ કેસમાં દેવાયત ખવડ અને તેમના સાથીદારો 9 દિવસ સુધી ફરાર રહ્યા હતા. 10મા દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયા હતા.

ત્યારબાદ પોલીસે દેવાયત ખવડની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરી દીધા હતા. પછી તો દેવાયત ખવડએ જામીન માટે અરજી કરી હતી. લગભગ 21 દિવસ પહેલા રાજકોટ સ્ટેશન કોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી. જેમા કોર્ટ દેવાયત ખવડની જામીનની અરજીને નામંજૂર કરી દીધી હતી. અરજીના મંજૂર થતા જ દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખટખટાવી હતા અને હાઇકોર્ટની અંદર જામીનની અરજી કરી હતી.

ત્યારે હાઇકોર્ટ દ્વારા પણ દેવાયત ખવડની જામીનની અરજીને ફગાવી દેવામાં આવી છે. એટલે કે દેવાયત ખવડ ને હવે પોતાના આગામી દિવસો જેલમાં કાઢવા પડશે. હાઇકોર્ટે જામીનની અરજી નામંજૂર કરતા જ તેમનો જેલવાસ લંબાયો છે. હાઇકોર્ટની અંદર સરકારી વકીલે દલીલો કરતા જણાવ્યું હતું કે, દેવાયત ખવડ અને તેમના અન્ય બે સાથીદારો ઉપર ગંભીર પ્રકારની કલમો નોંધવામાં આવેલી છે.

મજબૂત પુરાવા હોવાના કારણે તેમને જામીન આપવી ન જોઈએ. જો જામીન આપવામાં આવે તો પુરાવાઓને સાક્ષી સાથે ચેડા થઈ શકે તેમ છે. જેથી હાઇકોર્ટે જામીન આપવામાં નહીં આવે તેવું કહેતા જ દેવાયત ખવડના વકીલે પોતાની જામીનની અરજી પરત ખેંચી લીધી હતી. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ કેસ ક્યાં સુધી ચાલે છે.

દેવાયત ખવડ પોતાના બે સાથીદારો સાથે મળીને 42 વર્ષના મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર રાજકોટમાં સાત ડિસેમ્બરના રોજ જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં મયુરસિંહ રાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ દેવાયત ખવડ પોતાના બે સાથીદારો સાથે ફરાર થઈ ગયા હતા.

આ કેસને લઈને યોગ્ય કાર્યવાહી થાય તે માટે મયુરસિંહ રાણાના પરિવારજનોએ PMO સુધી આ વાત પહોંચાડી હતી. પીએમઓ સુધી વાત પહોંચતા જ દેવાયત ખવડ અને તેમના સાથીદારો સામેથી જ પોલીસ સ્ટેશનમાં રજૂ થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગભગ 50 દિવસથી જેલમાં બંધ દેવાયત ખવડને લઈને આવ્યા મોટા સમાચાર, હજુ પણ આગામી દિવસોમાં દેવાયત ખવડને… જાણો એવું તો શું થયું…"

Leave a comment

Your email address will not be published.


*