ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની મોટી જાહેરાત, ભાજપ ના તમામ ધારાસભ્યોને મફતમાં અપાશે…

Published on: 11:18 am, Wed, 16 June 21

ગઈકાલે ગુજરાત રાજ્યમાં તમામ ભાજપના ધારાસભ્યની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને ટેબલેટ ફ્રી આપવામાં આવશે તેવી જાહેરાત કરાશે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા 66 લાખના ખર્ચે ટેબલેટ ની ખરીદી કરીને ધારાસભ્યને આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને ટેબલેટ મળશે આ ઉપરાંત સિનિયર નેતાઓને પણ ભાજપ તરફથી ટેબલેટ આપવામાં આવશે.

આ ઉપરાંત ધારાસભ્યો સોશિયલ મીડિયામાં પ્રચાર શરૂ કરશે. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ટેબલેટ આપવાની જાહેરાત ધારાસભ્ય દળની બેઠકમાં જાહેરાત કરી હતી.

આ ઉપરાંત ભાજપના ધારાસભ્યને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા. પ્રદેશપ્રમુખ આર પાટીલ ભાજપના દરેક ધારાસભ્ય સાથે વન-ટુ-વન બેઠક કરશે. નિર્ણય ભાજપના ધારાસભ્યોની બેઠકમાં લેવાયો છે.

આ બેઠકમાં ભાજપના દરેક ધારાસભ્યને પોતાની કામગીરી નો રિપોર્ટ ભાજપ પાર્ટી ને રજુ કરવાનો રહેશે અને દિવસમાં જે કામગીરી કરી છે તેનું રિપોર્ટ પણ આપવાનો રહેશે.

તમામ ધારાસભ્યોને કોરોના ની કામગીરી અને વિકાસની કામગીરી નો રિપોર્ટ આપવાનો રહેશે. તમામ કામગીરી નો રિપોર્ટ ના ફોટા અને વિડીયો સાથે પાર્ટી ને આપવાના રહેશે. તમામ નિર્ણય આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને લેવાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની મોટી જાહેરાત, ભાજપ ના તમામ ધારાસભ્યોને મફતમાં અપાશે…"

Leave a comment

Your email address will not be published.


*