ભારતીય જનતા પાર્ટીની મહિલા નેતાએ ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવી લીધું – જાણો શા માટે આ પગલું ભર્યું…

Published on: 3:32 pm, Wed, 25 May 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ભાજપની મહિલા નેતાએ ઝેરી દવા ખાઈને પોતાનો જીવ ટૂંકાવી લીધું છે. મહિલા નેતા આ પગલું ભરે તે પહેલા એક વિડીયો બનાવ્યો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ભાજપના મહિલા નેતાના પરિવારજનોની ફરિયાદના આધારે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના શાહજહાંપુરની છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી ભાજપની મહિલા નેતાનું નામ મમતા તિવારી હતું. મમતા તિવારી ભાજપના સદર મંડળની કાર્યકરી સભ્ય અને રાષ્ટ્રીય ગૌ રક્ષક દળની સક્રિય કાર્યકર હતી. મંગળવારના રોજ મમતા તિવારી સરકારી મેડિકલ કોલેજની સામે આવેલા મેડિકલ સ્ટોર પર એક્સપાયર થયેલી દવા બદલાવવા માટે ગઈ હતી.

આ દરમિયાન મમતા દિવાળીની મેડીકલ સ્ટોરના સંચાલકને સાથે કોઇ વાતને લઇને માથાકૂટ થઇ ગઇ હતી. માથાકૂટ એટલી વધી ગઈ કે મેડીકલ સ્ટોરના સંચાલક અને ત્યાં કામ કરતા લોકોએ મળીને મમતા તિવારી પર પ્રહાર કર્યા હતા. ત્યારે ત્યાં હાજર કેટલાક લોકોએ મમતા તિવારીને ત્યાંથી છુટા પડયા હતા.

ત્યારબાદ મમતા તિવારી પોતાના ઘરે ચાલ્યા ગયા. આ માથાકૂટના કારણે તેઓ ખૂબ જ ગુસ્સામાં હતા અને ગુસ્સામાં આવીને તેમને ઝેરી દવા પી લીધી હતી. તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં આજરોજ સવારે સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. મમતાએ આ પગલું કર્યા પહેલા એક વિડીયો બનાવ્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વીડિયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારતીય જનતા પાર્ટીની મહિલા નેતાએ ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવી લીધું – જાણો શા માટે આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*