સુરેન્દ્રનગરમાં માતાએ 9 મહિનાની દીકરીનું ગળુ દબાવીને જીવ લઇ લીધો, ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઇ લીધો – હજુ પણ આ પગલું કયા કારણોસર…

Published on: 3:04 pm, Wed, 25 May 22

સુરેન્દ્રનગરમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં એક મહિલાએ ગળું દબાવીને પોતાની નવું મહિનાની દીકરીનો જીવ લઇ લીધો અને ત્યાર બાદ પોતે પણ ગળાફાંસો ખાઈને જીવ ટૂંકાવી લીધો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતા થાનગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટના થાનના નવાગામમાં બની હતી. પોલીસે મહિલા અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. કયા કારણોસર મહિલાએ આ પગલું ભર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી.

આ ઘટનાના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. મૃત્યુ પામેલી માતાનું નામ ભાવુબેન હતું. હાલમાં આ પગલું કયા કારણોસર કર્યું તેનું કારણ અકબંધ છે. મળતી માહિતી અનુસાર ભાવુબેને પોતાની ફૂલ જેવી 9 મહિનાની માસુમ દીકરીનો સૌપ્રથમ જીવ લઇ લીધો અને ત્યારબાદ ઘણા ફાંસો ખાઈને જીવ ટૂંકાવી લીધો હતો.

હાલમાં આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. સમગ્ર ઘટનાને લઇને પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. આવો જ એક કિસ્સો થોડાક દિવસ પહેલા સુરતમાં બન્યો હતો.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક માતાએ પોતાના એક વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી દીધી અને ત્યારબાદ પોતે જીવ ટૂંકાવી લીધો હતો. આ ઘટના બનતા જ સમગ્ર કાપોદ્રા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 30 વર્ષીય ચેતના બહેને પોતાના દીકરાને ઝેરી દવા આપી દીધી અને ત્યાર બાદ પોતે પણ ઝેરી દવા પી લીધી. ત્યારબાદ બપોરના સમયે કચરો નાખવા જાઉં છું તેમ કહીને ચેતનાબેન પોતાના બાળક સાથે ઘરની બહાર નીકળી ગયા હતા. અને કાપોદ્રામાં આવેલા ઝડફિયા સર્કલ પાસેથી માતા અને દીકરાનું મૃતદેહ મળી આવ્યું હતું

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરેન્દ્રનગરમાં માતાએ 9 મહિનાની દીકરીનું ગળુ દબાવીને જીવ લઇ લીધો, ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઇ લીધો – હજુ પણ આ પગલું કયા કારણોસર…"

Leave a comment

Your email address will not be published.


*