પુરપાટ ઝડપે જતી ટ્રક રોડની સાઈડમાં ઉભેલા ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, કંડકટરનું ઊંઘમાં જ ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 3:58 pm, Wed, 25 May 22

હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રોડ પર ઉભેલા ટ્રકમાં પુરપાટ ઝડપે આવતો ટ્રક ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટ્રકમાં સૂતેલા કંડકટરનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે. જ્યારે ડ્રાઈવરને અકસ્માતની ઘટનામાં ગંભીર ઈજા પહોંચી હતી.

આ ગંભીર અકસ્માતની ઘટના નાગપુર થી જબલપુર રોડ પર નગર બાયપાસ પર બની હતી. અહીં ઉભેલા ટ્રકની સાથે ટ્રક અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટ્રકમાં સૂતેલા કંડકટરનું ઊંઘમાં જ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર કંડકટર ના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે ટ્રક ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તેને સ્થાનિક લોકોએ સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યો હતો. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી, ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા કંડકટરના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે.

ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક નો આગળ નો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગયો હતો. પોલીસે આસપાસના લોકોને આ સમગ્ર ઘટના વિશે પૂછપરછ કરી હતી. મળતી માહિતી અનુસાર જબલપુર થી નાગપુર જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં આ અકસ્માતની ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પુરપાટ ઝડપે જતી ટ્રક રોડની સાઈડમાં ઉભેલા ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, કંડકટરનું ઊંઘમાં જ ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*