જિંદગી અને મૃત્યુની વચ્ચે બાળકી તરફડિયા મારતી રહી પરંતુ કોઈ બચાવવા ગયું નહીં, લોકોની નજર સામે માસુમ બાળકી નદીમાં ડૂબી ગઈ – જુઓ ઘટનાનો વિડીયો

Published on: 4:34 pm, Sat, 24 September 22

હાલમાં એક એવો કિસ્સો બન્યો છે જે સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે. આ ઘટનામાં એક 17 વર્ષની વિદ્યાર્થીની નદીમાં ડૂબી રહી હતી. ત્યારે ત્યાં આસપાસ ઉભેલા લોકો નદીમાં ડૂબતી યુવતીને જોઈને તેને બચાવવાની જગ્યાએ તેનો વિડીયો ઉતારી રહ્યા હતા અને કેટલાક શરમ વગરના લોકો ત્યાં ઊભા રહીને હસી રહ્યા હતા.

યુવતી 8 મિનિટ સુધી નદીમાં તડફડીયા મારતી રહી પરંતુ કોઈ તેને બચાવવાનો પ્રયાસ ન કર્યો. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના બગવાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરથલા રોડ પર બનેલા પૂલની છે. હાલમાં ભચાઉ ટીમ યુવતીની શોધ કોણે નદીમાં કરી રહી છે.

આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો યુવતી આજ રોજ સવારે 11 વાગ્યાની આસપાસ નદીમાં જમ્પ લગાવ્યો હતો. યુવતીનું નામ કલ્પના છે અને તેની ઉંમર 17 વર્ષની છે. કલ્પના લભેંટા ગામની રહેવાસી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, કલ્પનાને તેની માતા સાથે ઝઘડો થઈ ગયો હતો.

ત્યારબાદ કલ્પના ગુસ્સામાં કાલી નદીમાં કૂદી ગઈ હતી સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે, યુવતી ટેમ્પામાં બેસીને પુલ પાસે પહોંચી હતી. અહીં આવીને તે પાંચ મિનિટ સુધી પુલ પાસે ઊભી રહી અને નદી તરફ જોતી રહી. ત્યારબાદ રેલિંગ ઉપરથી યુવતીએ અચાનક નદીમાં છલાંગ લગાવી હતી. યુવતીને નદીમાં ડૂબતા જોઈને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ઘટના સ્થળે એકઠા થયેલા લોકો યુવતીને બચાવવાનો પ્રયાસ નથી કરતા.

પરંતુ યુવતી નદીમાં ડૂબી રહી છે તેનો વિડીયો ઉતારી રહ્યા છે. યુવતી ને ડૂબતા જોઈને નજીકમાં ઉભેલા કેટલાક લોકો તો ખડખડા હસી રહ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ તરફથી પણ યુવતીને બચાવવા માટે નો કોઈ ખાસ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. જોત જોતા માં યુવતી લોકોની નજર સામે નદીમાં ડૂબી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર કલ્પના આજરોજ સવારે ફોન પર કોઈકની સાથે વાત કરતી હતી. તેને ફોન પર વાત કરતી જોઈને તેની માતા તેને પકડી લે છે. ત્યારબાદ કલ્પના ને ઠપકો આપે છે અને કલ્પના પાસેથી ફોન લઈ લે છે. કલ્પનાએ પોતાની માતા પાસે અનેક વાર ફોન માગ્યો પરંતુ માતાએ ફોન આપ્યો નહીં. જેના કારણે ગુસ્સામાં કલ્પના ઘરની બહાર વઈ ગઈ હતી અને આ પગલું ભર્યું હતું. હાલમાં સ્થાનિક તરવૈયાઓ અને બચાવ ટીમ નદીમાં કલ્પનાની શોધ કોણે કરી રહી છે. હજુ સુધી કલ્પના નો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જિંદગી અને મૃત્યુની વચ્ચે બાળકી તરફડિયા મારતી રહી પરંતુ કોઈ બચાવવા ગયું નહીં, લોકોની નજર સામે માસુમ બાળકી નદીમાં ડૂબી ગઈ – જુઓ ઘટનાનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*