વર્ષ 2023ને લઈને બાબા વેંગાની ભયંકર ભવિષ્યવાણી..! ભારત અને પાકિસ્તાન માટે પણ બાબા વેંગાએ ભવિષ્યવાણી એવી ભવિષ્યવાણી કરી છે કે જાણીને તમે પણ…

Published on: 4:04 pm, Sat, 24 September 22

હાલમાં સોશિયલ મીડિયામાં એક નામ ખૂબ જ ચર્ચામાં છે. મિત્રો તમે બધાએ બાબા વેંગાનું નામ જરૂર સાંભળ્યું હશે. તમે બાબા વેંગાની ઘણી બધી ભવિષ્યવાણી સાંભળી લેશે. બાબા વેંગાએ 2022માં ઘણી બધી ભવિષ્યવાણી કરી હતી. જેમાંથી અત્યાર સુધીમાં બે ભવિષ્યવાણી સાચી પડી છે. ત્યારે 2023 ની ભવિષ્યવાણી ની હાલમાં ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે.

બાબા વેંગા પોતાની ભવિષ્યવાણીને લઈને સમગ્ર વિશ્વમાં જાણીતા છે અને લોકો તેમની ભવિષ્યવાણી પર વિશ્વાસ પણ કરે છે. મિત્રો તમને બધાને જણાવી દઈએ કે આજથી 11 વર્ષ પહેલા બાબા વેંગાનું મૃત્યુ થયું હતું. બાબા વેંગાનો જન્મ બુલ્ગારિયામાં થયો હતો. તેમનું મૃત્યુ થઈ ગયું છે, છતાં પણ લોકો આજે પણ તેમની ભવિષ્યવાણી ઉપર વિશ્વાસ કરે છે.

બાબા વેંગાએ યુદ્ધ અને ઈમરજન્સી સુધી ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. તો ત્યારે આજે આપણે 2023ની બાબા વેંગાની ભવિષ્યવાણી વિશે જાણવાના છીએ. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ આગામી વર્ષ 2023 માં પૃથ્વીની ભ્રમણ કક્ષા બદલાય છે. આ કારણોસર ઘણા ગંભીર પરિણામો આવી શકે છે. તો ચાલો બાબા વેંગાની બીજી અન્ય ભવિષ્યવાણીઓ વિશે જાણીએ.

2028માં એસ્ટ્રોનોટ શુક્ર ગ્રહની યાત્રા કરશે. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 2046માં અંગ પ્રત્યારોપણની મદદથી લોકો 100 વર્ષથી પણ વધુ જીવી શકશે. બાબા વેંગાની સૌથી ચોક આવનારી વાત એ હતી કે, 2022 માં સમગ્ર વિશ્વમાં તાપમાનમાં ઘટાડો થશે. જેના કારણે તિડનો પ્રપોક ખૂબ જ વધી જશે.

જેમાં તીડ ભારત પર હુમલો કરશે. જેના કારણે પાકિસ્તાનમાં ભારે નુકસાન થશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સર્જાશે. આ ઉપરાંત બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ ભારતમાં ગંભીર ભૂખમરાની પરિસ્થિતિ સર્જાઇ શકે છે. બાબા વેંગાની 2022 માટે 6 ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાંથી અત્યાર સુધીમાં બે ભવિષ્યવાણીઓ સાચી પડી ગઈ છે. જેમાં એશિયાના દેશોમાં પૂરની આગાહી કરી હતી.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે. જ્યારે પાકિસ્તાનમાં પૂરના કારણે હજારથી પણ વધારે લોકો પોતાનો જીવ ગુમાવશે. પાણીની તંગીની આગાહી મુજબ હાલમાં પોર્ટુગલ પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે. બાબા વેંગાએ ઇડલીની આગાહી કરી હતી કે, અહીં દુષ્કાળ જોવા મળશે.

આ ઉપરાંત બાબા વેંગાએ એલીયન એટેક, તીડના આક્રમણ અને વર્ચ્યુઅલ રિયાલિટી માં વધારો થવાની પણ આગાહી કરી હતી. મિત્રો તમને બધાને જણાવી દઉં કે, અત્યાર સુધીમાં બાબા વેંગાની 85% જેટલી ભવિષ્ય વાણીઓ સાચી પડી છે. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ વર્ષ 5079માં દુનિયાનો અંત આવી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વર્ષ 2023ને લઈને બાબા વેંગાની ભયંકર ભવિષ્યવાણી..! ભારત અને પાકિસ્તાન માટે પણ બાબા વેંગાએ ભવિષ્યવાણી એવી ભવિષ્યવાણી કરી છે કે જાણીને તમે પણ…"

Leave a comment

Your email address will not be published.


*