બેકાબુ ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકતા સર્જાયો ગંભીર અકસ્માત, અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ, 10 લોકો ઇજાગ્રસ્ત…જાણો સમગ્ર ઘટના

Published on: 11:47 am, Mon, 26 September 22

હાલમાં બનેલી એક મોટી દુર્ઘટના સામે આવી છે. હિમાચલના કુલ્લુમાં ગઈકાલે એક ટ્રાવેલર ટેમ્પો ખીણમાં ખાબકીયો હતો. આ ઘટનામાં 7 લોકોના મૃત્યુ થયા છે અને 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મિત્રો ગઈકાલે 8.45 વાગ્યાની આસપાસ ટ્રાવેલર ટેમ્પો ગીલોરી નજીક ધિયાગી તરફ જઈ રહી હતી.

આ દરમિયાન ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રાવેલર ટેમ્પો ઊંડી ખીણમાં ખાબકીઓ હતો. કુલ્લુના એસપી ગુરુદેવ શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે. આ અકસ્માતની ઘટનામાં સાત લોકોના મૃત્યુ થયા છે. જેમાં 5 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અન્ય 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બની ત્યારે બસમાં ડ્રાઇવર સહિત 17 લોકો સવાર હતા. મૃત્યુ પામેલા 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ થતા ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને બચાવ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર બસની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી સહિતના અનેક રાજ્યોના મુસાફરો સવાર હતા.

મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. આ ઘટનામાં સ્થાનિક લોકોએ પણ પોલીસની ખૂબ જ મદદ કરી છે. આ ગંભીર અકસ્માતની ઘટના બંજર વિધાનસભા ક્ષેત્રના ઘીયાગીમાં હાઇવે-305 પર રવિવારના રોજ રાત્રિના સમયે બની હતી. મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનામાં સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને દસ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. આ ઘટના બનતા જ સાત જેટલા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બેકાબુ ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકતા સર્જાયો ગંભીર અકસ્માત, અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ, 10 લોકો ઇજાગ્રસ્ત…જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*