ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ…

Published on: 4:53 pm, Thu, 22 October 20

શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો થયો છે.અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા દિનેશ શર્મા રાજીનામું આપ્યા પછી ચીમકી ઉચ્ચારી છે અને જણાવ્યું કે, આવનારા દિવસોમાં કોંગ્રેસને બાનમાં લેનાર નેતાઓને ખુલ્લા પાડવા ની દિનેશ શર્મા એ ચીમકી આપી છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે, અમદાવાદ કોંગ્રેસના ચાર ધારાસભ્ય બે જૂથમાં વેચાયા છે. કેટલાક નેતાઓની કરતૂતો ના કારણે કોંગ્રેસ તૂટવા જઇ રહી છે. પાર્ટી તૂટવા જઈ રહી હોવાનો ખુદ અમદાવાદ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા એ દાવો કર્યો છે.

તેમને પક્ષના કેટલાક નેતાઓની નીતિને કારણે અનેક કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા હોવાનો દાવો પણ કર્યો છે.કેટલાક નેતાઓ તેમના વગર કોંગ્રેસ નહીં ચાલે તેવું પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ ચિત્ર રજૂ કર્યું છે.દિનેશ શર્માએ જણાવ્યું કે, હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને કહેવા માગું છું કે,કોઈ મોરચો નહીં.પરંતુ જે લોકો એ વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસને સત્તા સ્થાને બેસાડવા.

અને કોંગ્રેસની વિચારધારા લોકો સમક્ષ રજુ કરવાનું કામ કર્યું છે તેવા લોકો આજે કેટલાક લોકોની કામ કરવાની રીતો અને નીતિના કારણે સુષુપ્ત અવસ્થામાં ઘરે બેઠા છે.જે લોકો છેલ્લા 15 વર્ષથી અમદાવાદ શહેરને બાનમાં લીધું છે એ લોકોએ હંમેશા પ્રદેશ હોય કે દિલ્હી નું મોવડી મંડળ, એમને એવું બતાવ્યું છે. કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે.

અમારા વગર અમદાવાદ કોંગ્રેસ નથી ચાલી શકે.તેમને જણાવ્યું કે એમની રિતી અને નીતિના કારણે અદનો સૈનિક-અદનો કાર્યકર આજે ઘરે બેઠા છે.એવા તમામે તમામ આગેવાનો કાર્યકરો સાથે સંપર્ક કરીને તેમને મંચ ઉપર લાવીને કોંગ્રેસને મજબુત કરવાની દિશામાં અમે કામ કરીશું.

જે લોકો કોંગ્રેસને તોડવાનું કામ કરી રહ્યા છે, એવા તમામ આગેવાનોને કોંગ્રેસનો એક એક કાર્યકર ઓળખે છે. આજે અમે પણ વિરોધ માં બેઠા છીએ જેના કારણે ધીમે ધીમે પાર્ટી તૂટવા જઈ રહી છે, તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે આવનારા સમયમાં આવા લોકોને મેં ખુલ્લા પણ પાડીશું અને આવા લોકો જે કોંગ્રેસ પાર્ટીને બાનમાં લઇ રહ્યા છે, તેમાંથી પણ તેમને છોડાવીશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ…"

Leave a comment

Your email address will not be published.


*