મુખ્યમંત્રી રૂપાણીના દારૂવાળા નિવેદન ની સામે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મારી સિક્સર! અમિત ચાવડાએ કહ્યું કે…

Published on: 6:04 pm, Thu, 22 October 20

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી થોડાક જ દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પોતાના મત વિસ્તારોમાં જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અબડાસાના ઉમેદવાર માટે જાહેર સભા કરી હતી. તેઓ એ કચ્છના નલિયામાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. જાહેરસભામાં મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે, કોરોના કાળમાં કોંગ્રેસના લોકો જયપુરના રિસોર્ટ દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા.

તેમને વધારે માં કહ્યું કે હવે કોંગ્રેસના ઉમેદવારો મત માગવા આવે ત્યારે પૂછજો કે કોરોના કાળમાં જયપુરમાં શું કરતા હતા?મુખ્યમંત્રીના આ નિવેદનનો જવાબ આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જવાયા ત્યારે જેવી કાકડિયા અને અક્ષર પટેલ સહિતના ભાજપના હાલના ઉમેદવારો પણ તેમની સાથે ગયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જવાબ આપવો જોઈએ કે, અત્યારે ભાજપમાં ગયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ પણ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને ધુબાકા માર્યા હતા કે નહીં? તો બીજી બાજુ પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ પણ પ્રતિક્રિયા આપી હતી.

તેમને કહ્યું કે, મુખ્યમંત્રી રૂપાણી ને આવું નિવેદન આપવું જોઈએ. પ્રજાના પ્રતિનિધિઓ પર આવા આક્ષેપ યોગ્ય નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!