રાજ્યમાં પેટા ચૂંટણી પહેલા ફરી એક વખત ભાજપને લાગ્યો મોટો જટકો,જાણો સમગ્ર મામલો

235

ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. વધુ એક સાથી પક્ષે NDA નો સાથ છોડી દીધો છે. ગોરખા જનમુકતી મોરચાના પ્રમુખ બિમલ ગુરંગે બુધવારે NDA જાહેરાત કરી હતી. દાર્જીલિંગમાં અલગ અલગ રાજ્ય માટે આંદોલન બાદ તેના સંગઠનને NDA થી બહાર થવાનો ફેંસલો કર્યો છે કેમ કે ભાજપની નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પહાડી વિસ્તારોમાં સ્થાયી રાજકીય સમાધાન શોધવા માં નિષ્ફળ રહે છે.

બુધવારે નજીકના સાથી રોશન ગીરી સાથે સામે આવેલા બિમલ ગુરંગે કહ્યું કે, કેન્દ્ર સરકાર 11 ગોરખા સમુદાયોને અનુસૂચિત જનજાતિ તરીકે ચીનહિન કરવાના પોતાના વાયદાને પૂરો કરવામાં નિષ્ફળ રહ્યો છે.ગોરખા જનમુક્તિ મોરચાએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી વિરુદ્ધની લડાઈમાં મમતા બેનરજીના નેતૃત્વમાં વાળી તૃણમૂલ કોંગ્રેસનું સમર્થન કરવાનો સંકલ્પ કર્યો છે.

એક હોટલમાં સંવાદદાતા સંમેલનમાં ગુરંગે કહ્યું કે,2009 થી અમે એનડીએ નો ભાગ રહ્યા છીએ પરંતુ બીજેપીના નેતૃત્વવાળી સરકારે પહાડી વિસ્તારોમાં સ્થાઈ રાજકીય સમાધાન શોધવા નો પોતાનો વાયદો નિભાવ્યો નથી.

તેમને અનુસૂચિત જનજાતિ ની યાદી માં 11 સમુદાયનો સામેલ કર્યો નથી. અમે છેતરાયા છીએ એટલે આજે અમે NDA છોડવાનો નિર્ણય કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!