બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપ માટે આવ્યા માઠા સમાચાર.

Published on: 9:48 am, Wed, 17 March 21

બંગાળ માં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ તડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાત ભાજપ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વાંકાનેર નગરપાલિકામાં ભાજપના 16 સભ્યોએ રાજીનામા ધરી દેતા અપગ સરકાર બનાવતા સમગ્ર રાજ્યમાં ભાજપના આંતરિક જૂથવાદ ના પડઘા પડ્યા છે.

વાંકાનેર નગરપાલિકા માં 24 બેઠકો સાથે ભાજપને બહુમતી મળવા છતાં આજે જિલ્લા ભાજપ અને ચૂંટાયેલા સદસ્યો વચ્ચે પ્રમુખ પદને લઈને ખેંચતાણ સર્જાતા ભાજપના 16 સભ્યોએ રાજીનામા ધરી દેતા પાર્ટી આદેશને આવું.

ગણીને બળવો કરી અપક્ષ સરકાર બનાવતા સમગ્ર રાજ્યમાં ભાજપના આંતરિક જૂથવાદ ના પડઘા પડયા છે.વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં 24 બેઠકો પર.

ભાજપ અને ચાર બેઠકો પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતા અને સ્પષ્ટ બહુમતી મળતા ભાજપ સત્તા સ્થાને બિરાજે એવું સ્પષ્ટ હતું પરંતુ અહીં બહુમતીથી ચૂંટાયેલા સભ્ય પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ.

અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા નું નામ મોવડી મંડળ અને જિલ્લા ભાજપ સમક્ષ સૂચવ્યું હતું પરંતુ આંતરિક ખેંચતાણ માં જિલ્લા ભાજપ દ્વારા બહુમતી સભ્યોની માંગણી વિપરીત પ્રમુખ તરીકે રીટાબા રાઠોડ અને.

ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન સુરેલા નો મેન્ડેટ આપતા વાંકાનેર પાલિકામાં રાજકીય ભૂંકપ સર્જાયો હતો.ઉલ્લેખનીય છે કે વાંકાનેર નગરપાલિકા માં આજરોજ ઈનચાર્જ વાંકાનેર પ્રાંત અધિકારી અધ્યક્ષ સ્થાને પ્રમુખ.

અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ 28 સભ્યો પૈકી ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેમાં ભાજપના પાર્ટી આદેશ મુજબ પ્રમુખ તરીકે રીટાબા રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે જયશ્રીબેન સુરેલા ની ચૂંટણી થતા.

જીતુભાઈ સોમાણી અને અગાઉ રાજીનામું દેનાર રમેશભાઇ વોરાએ પાર્ટીના આદેશ મેન્ડેટ મુજબ આંગળી ઊંચી કરી ભાજપના સત્તાવાર ઉમેદવારોને સમર્થન જાહેર કર્યો હતો પરંતુ ભાજપના અન્ય 15 સભ્યોએ પાર્ટી આદેશનો અનાદર કરતા ભાજપ લઘુમતી માં મુકાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપ માટે આવ્યા માઠા સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*