સુરત શહેરમાં કોરોનાવાયરસ ના કેસો વધતા બીઆરટીએસ બસોને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, આ વસ્તુ પર ફરીએક વાર તાળાબંધી.

Published on: 10:09 am, Wed, 17 March 21

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે મંગળવારના રોજ રાજ્યસરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં વધતા કોરોના કેસો ને લઈને 17 માર્ચ 2021 થી રાજ્યના ચાર મહાનગરોમાં કરફ્યુનો સમય બદલીને રાત્રી ના 10 થી સવારના 6 સુધીનો કરવામાં આવ્યો છે.

અને આ કરફ્યુ 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. મહાનગર પાલિકા દ્વારા શહેરમાં બીઆરટીએસના કુલ 20 જેટલા રૂટ બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત શહેરના રાંદેર, અઠવા, અડાજણ, પાલ અને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં BRTS તેમજ સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે.સુરત માં 20 રૂટ ની ફૂલ 300 જેટલી બસો બંધ કરવામાં આવી છે.

સુરતના તમામ બાગ-બગીચાઓ બંધ કરાવવામાં આવ્યા છે અને શહેરના કુલ આઠ ઝોનમાં આવેલ બાગ બગીચા બંધ કરવાનો આદેશ કરાયો છે. સુરતમાં વધતા જતા કોરોના કેસો ને લઈને તંત્ર એલર્ટ બની ગયું છે.

અને આ સાથે જ સ્વિમિંગ પુલો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા છે.

અને મહાનગર પાલિકા કમિશનર ને પણ સૂચના આપી દેવામાં આવી છે કે કમિશનરને યોગ્ય નિર્ણય લેવા માટેની છૂટ પણ આપી દેવામાં આવી છે. જરૂરી પગલાં લેવા માટે ની છૂટછાટ અપાઇ છે.

અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેક્સિન નો જથ્થો ઉપલબ્ધ છે. આથી રસીની અછતના બાબતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત શહેરમાં કોરોનાવાયરસ ના કેસો વધતા બીઆરટીએસ બસોને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, આ વસ્તુ પર ફરીએક વાર તાળાબંધી."

Leave a comment

Your email address will not be published.


*