ગુજરાતની આ જગ્યા પર માનતા પૂરી કરવા ચડાવવામાં આવે છે પાણીની બોટલ અને પાણીના પાઉચ… જાણો શું છે અહીંનો ઇતિહાસ… જુઓ કેટલીક ખાસ તસવીરો…

Published on: 12:00 pm, Fri, 1 December 23

મિત્રો તમે ઘણી જગ્યાએ જોયું હશે કે જેમાં દેવી કે દેવતાને માનેલી માનતા પૂર્ણ કરવા માટે અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. ત્યારે આજે આપણે એક એવી જગ્યાની વાત કરવાના છીએ. જ્યાં પોતાની માનેલી માનતા પૂર્ણ કરવા માટે પાણીના પાઉચ અને બોટલ અર્પણ કરવામાં આવે છે.

આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. વિગતવાર વાત કરીએ તો પાટણ અને મહેસાણા જિલ્લાની વચ્ચે રસ્તાની બાજુમાં એક ઈંટોનું મંદિર બનાવવામાં આવેલું છે. મિત્રો આ મંદિરની આજુબાજુ પાણીની બોટલ અને પાણીના પાઉચનો ઢગલો જોવા મળે છે.

અહીં આવતા લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે પાણીનું અર્પણ કરે છે. આ જગ્યાના ઇતિહાસ વિશે વાત કરીએ તો, હકીકતમાં આજથી થોડા વર્ષો પહેલા અહીં એક અકસ્માત થયો હતો. જેમાં કેટલાક લોકોનો જીવ ચાલ્યો ગયો હતો.

અકસ્માતની ઘટનામાં બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં પાણી માટે બૂમ પાડી રહ્યા હતા. પરંતુ કોઈ પણ વ્યક્તિએ તેમની મદદ કરી નહીં અને જેથી બંને બાળકોનું મોત થઈ ગયું હતું.

ત્યાર પછી અહીં એક આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું અને અહીં લોકો માનતા પૂર્ણ કરવા આવે છે, ત્યારે પાણી અર્પણ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે 2013માં અહીં અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં નવ લોકો અકસ્માત નો શિકાર બન્યા હતા.

જેમાં છ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. આ અકસ્માતની ઘટનામાં બે નાના બાળકોના પણ મોત થયા હતા. બંને બાળકોને યોગ્ય સમયે પાણી ન મળતા બંનેનું મોત થયું હતું. ત્યાર પછી તો લોકો બાળકને આસ્થાનું કેન્દ્ર સમજીને અહીં પાણી અર્પણ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "ગુજરાતની આ જગ્યા પર માનતા પૂરી કરવા ચડાવવામાં આવે છે પાણીની બોટલ અને પાણીના પાઉચ… જાણો શું છે અહીંનો ઇતિહાસ… જુઓ કેટલીક ખાસ તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*