70 વર્ષની ઉંમરે આ માજીએ દીકરાને જન્મ આપ્યો, માતા-પિતાની ખુશીનો પાર નો રહ્યો…ઘરે 45 વર્ષ બાદ પારણું બંધાયું, પરંતુ…

Published on: 12:46 pm, Fri, 27 January 23

મિત્રો આ દુનિયામાં માતા બનવું એ દરેક મહિલાના ભાગ્યમાં હોતું નથી. પરંતુ જ્યારે કોઈ પણ સ્ત્રી માતા બને ત્યારે તેનો ખુશીનો પાર રહેતો નથી. આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમને પણ વિશ્વાસ નહીં આવે. મિત્રો ગુજરાતના એક ગામડામાં એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપ્યો છે.

આ ઘરે 45 વર્ષ બાદ પારણું બંધાવ્યું છે. દીકરાનો જન્મ થતા જ પરિવાર અને આખા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 70 વર્ષની ઉંમરે મહિલા એકદમ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. આ કિસ્સો ઘણો જૂનો છે પરંતુ અમે ફરી એક વખત આ કિસ્સો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. સમગ્ર કિસ્સાને લઈને વિગતવાર વાત કરીએ તો, આપ કિશો ગુજરાતના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મોરા ગામમાંથી સામે આવી રહ્યો છે.

અહીં એક વૃદ્ધ દંપતી માતા-પિતા બન્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે લગ્નના 45 વર્ષ બાદ આજના આધુનિક યુગમાં વૈજ્ઞાનિક ટેકનિકથી એટલે કે IVFથી મહિલાએ એક બાળકને જન્મ આપ્યો છે. જ્યારે ખબર પડી કે 70 વર્ષની મહિલાએ દીકરાને જન્મ આપ્યો છે. ત્યારે આ વાત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અને લોકો કિસ્સો સાંભળીને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને ડોક્ટર નરેશ ભાનુશાલીએ માહિતી આપતા જણાવ્યું કે, આ મહિલાની ઉંમર ખૂબ જ વધી ગઈ હતી અને તેને બાળક થવાની કોઈ પણ પ્રકારની ઉમ્મીદ પણ ન હતી. આ ઉંમરમાં બાળકનો જન્મ થયો તે શક્ય ન હતો. પરંતુ તે લોકોને ભગવાન અને ડોક્ટર ઉપર ખૂબ જ ભરોસો હતો.

આ વૃદ્ધ મહિલાનું નામ જીવબેન છે અને તેમના પતિનું નામ વાલા ભાઇ રબારી છે. મિત્રો દીકરાનો જન્મ થયા બાદ જીવબેન અને વાલાભાઈ રબારીનો ખુશીનો પાર રહ્યો ન હતો. દીકરાનો જન્મ થયા બાદ તેમને પોતાના દીકરાનું નામ “લાલો” રાખ્યું હતું. દીકરાનો જન્મ થયા બાદ તેમને ભગવાન અને ડોક્ટરનો ખૂબ જ આભાર માન્યો હતો.

ડોક્ટર નરેશભાઈ વધુમાં જણાવ્યું કે એ લોકોએ અમને કહ્યું હતું કે તમે તમારી તરફથી કોશિશ કરો પછી, અમારા નસીબ. ત્યાર પછી વૃદ્ધ મહિલાએ ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળકને જન્મ આપ્યો હતો. વૃદ્ધ મહિલા એકદમ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "70 વર્ષની ઉંમરે આ માજીએ દીકરાને જન્મ આપ્યો, માતા-પિતાની ખુશીનો પાર નો રહ્યો…ઘરે 45 વર્ષ બાદ પારણું બંધાયું, પરંતુ…"

Leave a comment

Your email address will not be published.


*