લગ્નમાં જતા પરિવારની કાર ટ્રકની પાછળ ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, સાસુ-જમાઈ સહિત એક બાળકનું રિબાઈ રિબાઈને મોત… હે ભગવાન આવું દુઃખ કોઈ પરિવારને ન દેતો…

Published on: 1:08 pm, Fri, 27 January 23

જામનગર-રાજકોટ હાઇવે પર બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટના વિશે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે. આ ઘટનામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા પરિવારને અધવચ્ચે અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનાના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

ગંભીર અકસ્માતમાં કારમાં સવાર સાસુ અને જમાઈનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

અકસ્માતની ઘટનાના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ અને આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. વિગતવાર વાત કરીએ તો જામનગર નો પરિવાર પોતાની હોન્ડા સિટી કાર લઈને રાજકોટમાં સંબંધીના ઘરે લગ્નમાં જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં આશાપુરી હોટલ સામે કાર ચાલકે આગળ ચાલી રહેલા ટ્રકની પાછળ કાળ ઘુસાવી દીધી હતી.

જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાનો ભોગ બનેલી કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી બે લોકોના ઘટના સ્થળે દર્દનાક મોત થયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ત્યારબાદ બધા લોકોએ મળીને ઇજાગ્રસ્ત હાલતમાં કારમાં ફસાયેલા અન્ય ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા અને તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક નાનકડા એવા બાળકને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ અકસ્માતની ઘટનામાં સાસુ-જમાઈ અને એક બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક બાળક અને એક વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નમાં જતા પરિવારની કાર ટ્રકની પાછળ ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, સાસુ-જમાઈ સહિત એક બાળકનું રિબાઈ રિબાઈને મોત… હે ભગવાન આવું દુઃખ કોઈ પરિવારને ન દેતો…"

Leave a comment

Your email address will not be published.


*