રાત્રે 10:00 વાગે બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… એક યુવકનું કમકમાટીભર્યું મોત…

Published on: 10:46 am, Sun, 3 September 23

ગુજરાત રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલમાં ગુજરાત રાજ્યમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ડેસર તાલુકાના પ્રતાપપુરા સ્ટેશન નજીક રાત્રે બે બાઈક વચ્ચે સામસામે ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય ચાર યુવકો અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને વડોદરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગઈકાલે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ ઈટવાડા ગામનો 47 વર્ષનો રાઠોડ મહેન્દ્ર વિજયસિંહ, 24 વર્ષનો અરવિંદ ગુલાબસિંહ પરમાર અને 24 વર્ષનો કિશન ભરતભાઈ પરમાર નામના ત્રણ યુવકો બાઈક લઈને ઘરે જઈ રહ્યા હતા. તેવામાં નવા સિહોરના શૈલેષ છોટાભાઈ ચૌહાણ અને હિતેશ ગૌરવત ભાઈ ચૌહાણ નામના બંને યુવકો પોતાની બાઇક લઈને ડેસરથી સિહોર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં પ્રતાપપુરા પાસે બંને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બંને બાઈક પર સવાર પાંચ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ 108 ને ફોન કરીને ઇજાગ્રસ્ત થયેલા તમામ યુવકોને ડેસરના સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા ઇજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ ઘટનામાં 24 વર્ષના કિશન ભરતભાઈ પરમાર નામના યુવકને માતાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર કિશનને સારવાર મળે તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું.

જ્યારે અકસ્માતની રાઠોડ મહેન્દ્ર વિજયસિંહ, અરવિંદ ગુલાબભાઈ પરમાર નામના બંને યુવકોના માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી એટલે તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરા મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે શૈલેષ છોટાભાઈ ચૌહાણ અને હિતેશ ચૌહાણ નામના યુવકને સાવલી ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

કિશન પરમારના મોતના સમાચાર મળતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે હિતેશ ચૌહાણની હાલત ખૂબ જ નાજુક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાત્રે 10:00 વાગે બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… એક યુવકનું કમકમાટીભર્યું મોત…"

Leave a comment

Your email address will not be published.


*