મોડાસામાં સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતા 17 વર્ષના વિદ્યાર્થીનું અચાનક જ કરુણ મોત… જાણો દીકરા સાથે એવું તો શું બન્યું હશે…

Published on: 10:11 am, Sun, 3 September 23

ગુજરાતમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મોડાસામાં એક વિદ્યાર્થીનું અચાનક જ મોત થયું છે. આ ઘટના બનતા જ વિદ્યાર્થીના પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. વિગતવાર વાત કરીએ તો મોડાસાના માલપુર રોડ ઉપર આવેલી સરસ્વતી સ્કૂલમાં મોડાસાના ભીલકુવા ગામનો સાગરસિંહ ચૌહાણ નામનો વિદ્યાર્થી ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરતો હતો.

સાગરસિંહને ગઈકાલે શરીરમાં શક્તિ જેવું લાગ્યું હતું એટલે તેને ઘરે જઈને પરિવારજનોને આ બાબત પર ફરિયાદ કરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો સાગરસિંહને સારવાર માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં અચાનક જ સાગરસિંહનું મોત થયું હતું.

દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. ઉપરાંત મૃતક દિકરાના સગા સંબંધીઓ અને ગામના લોકો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.મૃત્યુ પામેલા સાગરસિંહ ચૌહાણની ઉમર 17 વર્ષની હતી. સાગર સિંહનું મોત થતાં જ તેના પરિવારજનો અને તેના મિત્ર મંડળમાં માતમ છવાઈ ગયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય બીમારીના કારણે સાગરસિંહનું મોત થયું છે. આ વાતના સમાચાર મળતા જ અન્ય યુવાનો અને તેમના પરિવારજનો ચિંતામાં આવી ગયા છે. સાગરસિંહના મોતના સમાચાર મળ્યા બાદ સરસ્વતી શાળાના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સાગરસિંહને અચાનક શરીરમાં અશક્તિ જેવું લાગ્યું હતું ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મોતનું હજુ કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોડાસામાં સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતા 17 વર્ષના વિદ્યાર્થીનું અચાનક જ કરુણ મોત… જાણો દીકરા સાથે એવું તો શું બન્યું હશે…"

Leave a comment

Your email address will not be published.


*