ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ, ધોધમાર વરસાદને લઈને અશોકભાઈ પટેલની મોટી આગાહી…

Published on: 12:42 pm, Tue, 14 June 22

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસવાને લઈને આગાહી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન બે દિવસ પહેલા થઈ ગયું છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી અને સૌરાષ્ટ્ર મહુવા તાલુકાના વિસ્તારોમાં ચોમાસુ બેસવાને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના જાણીતા આગાહીકાર અશોકભાઈ પટેલે ચોમાસાને લઈને મહત્વની આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતના સુરત સુધી અને સૌરાષ્ટ્રના માંગરોળ સુધી અને ચોરવાડના દરિયાકિનારે સુધી વરસાદનું આગમન થઇ ગયું છે.

ત્યારે અશોકભાઈ પટેલની આગાહી મુજબ, હજુ આગામી બે દિવસ સુધી માં ચોમાસુ આગળ વધશે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને કવર કરી લેશે. ત્યારે અશોકભાઈ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું કે, હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે તાજવીજનો માહોલ શરૂ થઈ ગયો છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં સાંજના સમયે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં સુરત, વડોદરા, આણંદ, તાપી, અમદાવાદ, ભરૂચ, રાજકોટ, ભાવનગર, ડાંગ અને પોરબંદરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા થોડાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ કારણોસર અહીં રસ્તાઓ પાણીથી રેલમછેલ થઈ ગયા છે. જાણીતા આગાહીકારો અને હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં સંપૂર્ણ રાજ્યમાં ચોમાસું બેસી શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ, ધોધમાર વરસાદને લઈને અશોકભાઈ પટેલની મોટી આગાહી…"

Leave a comment

Your email address will not be published.


*