સુરતમાં પોલીસચોકીની સામે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં, એક લુટેરાએ માત્ર 4 મિનિટમાં 6.83 લાખ રૂપિયાની લૂંટ કરી… જુઓ CCTV ફૂટેજ…

Published on: 12:10 pm, Tue, 14 June 22

સુરત શહેરમાં છેલ્લા થોડા દિવસોથી લૂંટની અને ચોરીની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. થોડાક દિવસ પહેલા પણ ત્રણ વ્યક્તિઓએ મળીને ATMમાં એક વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા લૂંટી લીધા હતા. ત્યારે સુરતના કડોદરા ચાર રસ્તા પાસે પોલીસ ચોકીની સામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંકની શાખામાં ગઇકાલે બનેલી એક લૂંટની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યો છે.

ગઈ કાલે લગભગ ચાર વાગ્યાની આસપાસ એક યુવક મોઢા પર માસ્ક પહેરીને બેન્કની અંદર ગુસ્સે છે. બેંકમાં ઘૂસીને યુવક ડુપ્લીકેટ પિસ્તોલ જેવા સાધનથી બેંકના ચાર કર્મચારીઓને એક રૂમમાં પુરી ઘૂંટણ પર બેસાડી દે છે. ત્યારબાદ માત્ર 4 મિનિટમાં બેન્કમાંથી 6,83,967 લાખ રૂપિયાની લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે.

લૂંટની ઘટનાની જાણ થતા સુરત જિલ્લા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને સીસીટીવી ફૂટેજ અને બેંકના કર્મચારીઓના નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કડોદરા ચાર રસ્તા નજીક પેટ્રોલ પંપની બાજુમાં એક કોમ્પ્લેક્સ છે. આ કોમ્પ્લેક્સના પહેલા માળે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકની કડોદરા શાખા આવેલી છે.

ગઈ કાલે લગભગ ચાર વાગ્યાની આસપાસ મોઢા પર માસ્ક બાંધીને એક યુવક ગ્રાહક બનીને બેંકમાં ઘૂસ્યો હતો. સૌપ્રથમ લૂંટારો યુવક બેન્કના એટીએમ મશીન એ તરફ ગયો હતો અને બેંકની તમામ પરિસ્થિતિઓ જોઈ લીધી હતી. ત્યારબાદ સીધો બેંકમાં ઘુસી ગયું.

જ્યારે લૂંટારો બેંકમાં ઘુસ્યો ત્યારે બેંકની અંદર બેંક મેનેજર ધવલ પટેલ અને અન્ય એક પુરુષ કર્મચારી અને અન્ય બે મહિલા કર્મચારીઓ હાજર હતા. ત્યારબાદ લુટેરો યુવક પોતાની પાસે રહેલા થેલામાંથી પિસ્તોલ જેવું સાધન બેંકના કર્મચારીઓને બતાવે છે. સૌપ્રથમ તે બેંકના તમામ કર્મચારીઓના ફોન લગાવી દે છે. ત્યારબાદ તમામને એક રૂમમાં બંધ કરી દે છે.

ત્યારબાદ તે કેસ બારી પાસે જાય છે અને કેશ કાઉન્ટરમાં પડેલા 6,83,967 લાખ રૂપિયા એક બેગમાં ભરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. યુવક બેન્કના મુખ્ય દરવાજાને તાળું લગાવીને ત્યાંથી ભાગે છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં પોલીસચોકીની સામે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં, એક લુટેરાએ માત્ર 4 મિનિટમાં 6.83 લાખ રૂપિયાની લૂંટ કરી… જુઓ CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*