ગુજરાત રાજ્યમાં કોરોના કેસો પ્રતિદિન વધી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે કોરોના ના કેસોમાં સતત વધારો ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુરત,અમદાવાદ,વડોદરા,રાજકોટ માં રાત્રી કર્ફ્યુનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. મહાનગરમાં હાલ માં કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ શહેરોમાં રાત્રી કર્ફ્યું નો સમય વધે શક્યતાઓ સેવાઇ રહી છે. મહેસાણા સમાચાર છે.
અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં રાતી કર્ફ્યું અમલમાં છે. આજરોજ આ કરફ્યુ નો અંતિમ દિવસ છે. જોકે આ કર્ફ્યું અંગે મુખ્યમંત્રી રૂપાણી અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ. જો રાજ્યની જનતા નિયમનું પાલન નહીં કરે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે.
રાજ્યના મોટા શહેરોમાં 21 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ લંબાઈ શકે છે અને જેમાં કર્ફ્યુનો સમય રાત્રિના 10 થી સવારના 5 વાગ્યા સુધી નો રખાય તેવી શક્યતાઓ છે.
દિવાળી પછી સતત કોરોના ના કેસ વધતા રાત્રે કર્ફ્યૂ લગાવ્યો હતો. અને આ કર્યું હજી લંબાવવામાં આવશે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!