તળાવમાં નાહવા ગયેલા બે મિત્રો સાથે બન્યો એવું કે, બંનેના કરુણ મૃત્યુ – એક સાથે બંને મિત્રોના મૃત્યુ થતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 12:40 pm, Mon, 25 July 22

હાલમાં બનેલી ઘટના સામે આવી છે આ ઘટનામાં તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે બે બાળકોને કરુણ મૃત્યુ નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના શનિવારના રોજ રાત્રિના સમયે બની હતી. શનિવારના રોજ રાત્રિના સમયે પાંચ મિત્રોએ તળાવમાં નહાવા જવાનો પ્લાન બનાવ્યો હતો. પાંચેય મિત્રો પરિવારના સભ્યોને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.

તમામ મિત્રોએ સૌપ્રથમ કોલોનીમાં આવેલા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ ત્યાંથી તેઓ તળાવમાં ને આવવા માટે ગયા હતા. ત્યારે તળાવમાં ડૂબી જવાના કારણે બે મિત્રોના કરુણ મૃત્યુ થયા છે, જ્યારે ત્રણ મિત્રોનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ગામના લોકો દોરડા ની મદદથી તળાવમાં ઉતર્યા હતા. લગભગ બંને બાળકોના મૃતદેહ તળાવમાં 20 ફૂટ નીચે પડ્યા હતા. ત્યારબાદ બંને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. એક સાથે બે મિત્રોના મૃત્યુ થતાં આખા ગામમાં માતમ છવાઈ ગયું હતું. અંતિમ સંસ્કારમાં હાજર તમામ લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 14 વર્ષે મનીષ ગુપ્તા અને 16 વર્ષે રોહિત નામના બાળકનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા ચાર વર્ષથી રોહિત નું પરિવાર મનીષના મકાનમાં ભાડે રહે છે. રોહિત અને મનીષ ખૂબ જ સારા મિત્રો હતા.

મળતી માહિતી અનુસાર તળાવના કિનારે નહાતી વખતે અચાનક રોહિત ઊંડા પાણીમાં ડૂબા લાગ્યો હતો. રોહિતને ડૂબતો જોઈને મનીષ તેને બચાવવા માટે તળાવમાં પડે છે. આ દરમિયાન મનીષ પણ તળાવમાં ડૂબા લાગે છે. રોહિત અને મનીષ ને ડૂબતા જોઈને ત્યાં હાજર અન્ય મિત્રો બુમા બુમ શરૂ કરી દે છે.

આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક દોરડાની મદદ થી તળાવમાં ઉતર્યા હતા. લગભગ 15 મિનિટની બાદ બંને બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેના મૃત્યુના કારણે બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "તળાવમાં નાહવા ગયેલા બે મિત્રો સાથે બન્યો એવું કે, બંનેના કરુણ મૃત્યુ – એક સાથે બંને મિત્રોના મૃત્યુ થતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*