અરવિંદ કેજરીવાલજીની કટ્ટર ઈમાનદાર રાજનીતિથી પ્રભાવિત થઈને 500 થી વધુ GRD જવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

Published on: 6:03 pm, Wed, 17 August 22

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને અરવિંદ કેજરીવાલના જન્મદિવસ પર કટ્ટર ઈમાનદારીથી રાજનીતિ પર પ્રભાવિત થઈ 500 થી વધારે દેશભક્ત ઈમાનદાર GRD જવાનો વિધિવત રીતે પ્રદેશ પ્રવક્તા અને ભાવનગર લોકસભાના પ્રમુખ ઉમેશભાઈ મકવાણા ના નેતૃત્વમાં ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.બોટાદના GRD જવાનો પાછલા ઘણા સમયથી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે

અને ભાજપ સરકાર તેમના પર જરાય ધ્યાન આપી રહી નથી અને બોટાદ ના GRD જવાનો ને પૂરતું વેતન નથી આપવામાં આવતો અને પગાર 3/4 મહિના સુધી થતો નથી. યુનિફોર્મ પણ આપવામાં આવતો નથી જે જવાનો 10 વર્ષ થી વધારે સેવા આપી રહી છે અને તેમને બઢતી આપવામાં આવતી નથી.ભાજપના કાર્યકર્તાઓને જ જિલ્લા કમાન્ડિંગ ઓફિસર બનાવવામાં આવે છે.

આરોગ્ય સેવા કે વીમો ઉતારવામાં આવતો નથી અને ચાલુ સર્વિસ કોઈ જવાન શહીદ થાય છતાં કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવતું નથી તેઓ પણ તેઓ આક્ષેપ લગાવ્યો હતો.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના જન્મદિવસ પર ગુજરાત રાજ્યને વધુ એક ભેટ આપતા શિક્ષણ ક્ષેત્રે ગેરંટી આપી છે.

તેમને ગેરંટી આપી છે કે ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપવામાં આવશે.સાથે જ દિલ્હીની જેમ શિક્ષણ વ્યવસ્થા સુધારીને શાનદાર સરકારી શાળાઓ બનાવવામાં આવશે. સાથે જ પ્રવાસી શિક્ષકોને કાયમી કરી દેવામાં આવશે અને વિદ્યા સહાયકોના દરેક મુદ્દાઓના ઉકેલ લાવવામાં આવશે. આના પહેલા પણ અરવિંદ કેજરીવાલ વીજળી રોજગાર વેપારી મહિલા અને આદિવાસીઓના મુદ્દે મોટી ગેરંટીઓની જાહેરાત કરી ચૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરવિંદ કેજરીવાલજીની કટ્ટર ઈમાનદાર રાજનીતિથી પ્રભાવિત થઈને 500 થી વધુ GRD જવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા"

Leave a comment

Your email address will not be published.


*