ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ પક્ષ પણ લડશે ચૂંટણી, દરેકની નજર આ પક્ષ પર

Published on: 3:55 pm, Fri, 25 December 20

ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ભાજપ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઊભા રાખશે. આ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ લડશે.લઈને પણ ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે.

પત્રકાર પરિષદને સંબોધતા ગોપાલ ઇટાલીયા કહ્યું કે આપણું ગુજરાત એકમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો ના રસ્તા, શિક્ષણ, આરોગ્ય, ભ્રષ્ટાચાર અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ ઉઠાવશે જેની આમ આદમી પાર્ટી દ્વારા પહેલાથી જ કામગીરી દિલ્હીમાં પૂર્ણ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં પદાધિકારીઓની બેઠક મળી હતી જેમાં પક્ષના અન્ય પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું એન્ટર થતા બંને પાર્ટીઓને થઈ મૂંઝવણ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!