ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કહેરને પગલે સુરત,વડોદરા,રાજકોટ અને અમદાવાદમાં નાઈટ કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.રાત્રી કર્ફ્યુ દરમિયાન કોઈપણ પ્રકારના કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ત્યારે સુરતમાં કર્ફ્યુ વચ્ચે પાટીદાર નેતા અલ્પેશ પટેલ ને જન્મદિવસની ઉજવણી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ગઈકાલે રાત્રે કોસમડી ગામે આવેલ સહજાનંદ પર.
અલ્પેશ કંટારીયા ની બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આપણે પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને માર્ગદર્શિકા ના ધજાગરા ઉડાડ્યા હતા.અહીં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ નું પણ ઉલ્લંઘન કર્યું હતું અને સાથે માસ્ક પણ નહોતા પહેર્યા.
ના વિડીયો વાયરલ થયા બાદ પોલીસે અલ્પેશ કંથારિયા ની તેના ઘરે થી જ અટકાયત કરી છે.આ સાથે અન્ય ચારની પણ કામરેજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
અને આ ઘટનામાં ચાર પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!