રાજકોટના બેડી ગામ પાસે એક અજાણ્યા વાહને બાઇકને અડફેટેમાં લેતા સર્જાયો અકસ્માત, પતિનું મૃત્યુ, પત્ની અને પુત્ર ઇજાગ્રસ્ત…

77

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ એક જ મેચમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટ અમદાવાદ હાઇવે પર બેટી ગામ પાસે એક અકસ્માતની ઘટના સર્જાય છે. મળતી માહિતી અનુસાર બેટી ગામ પાસે અજાણ્યા વાહને એક બાઇકને અડફેટેમાં લીધી હતી.

અકસ્માતમાં બાઈકચાલક જયસુખભાઇ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઉપરાંત તેમની પત્ની અને પુત્રને ગંભીર રીતે ઈજા પહોંચી હતી તેઓને સારવાર માટે તાત્કાલીક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જયસુખભાઇ પોતાની પત્ની અને પુત્ર સાથે સસરાના ઘરે આટો મારવા જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયું હતું. મળતી માહિતી અનુસાર ચોટીલાના કાળાસર ખેરડી માં રહેતા જયસુખભાઇ છગનભાઈ કેકડીયા અને તેમની પત્ની ગીતાબેન અને તેમનો પુત્ર ચેતન સાથે બાઈક લઈને નવાગામ રહેતા સસરાના ઘરે આટો મારવા જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં અમદાવાદ હાઇવે પર આવેલા બેડ ગામ પાસે એક અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર લગાવી હતી. અકસ્માતમાં જયસુખ ભાઈના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

તે કારણોસર તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી તેઓને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા જયસુખભાઇ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!