દૂધ આપી ને ગામડે પરત ફરતી વખતે બાઈક ચાલકને કારે લગાવી ટક્કર, 3 નાના બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી…

90

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા પરિવારોએ પોતાના ઘરના સભ્યોને ગુમાવ્યા. ત્યારે ભાવનગરની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર માઢીયા રોડ પર માલેરી નદીના નાળા પાસેથી પસાર થઈ રહેલા એક માલધારી યુવકને કારે ટક્કર લગાવી હતી.

યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેની સારવાર માટે તાત્કાલિક સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર યુવકનું નામ રણછોડભાઈ રેવાભાઇ આલગોતર છે. તેમની ઉંમર 30 વર્ષની છે.

તેઓ હાલમાં વલભીપુરના મેવાસા ગામે પરિવાર સાથે રહેતા હતા અને તેઓ પશુપાલનનો ધંધો કરતા હતા. તેઓ ભાવનગરની અલગ-અલગ સોસાયટીમાં દૂધ વેચીને જ્યારે પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા.

ત્યારે માલેરી નદીના નાળા પાસે મોમાઈ મંદિર નજીક MH 14 HJ 1377 નંબરની કારે રણછોડભાઈ ની બાઇકને ટક્કર લગાવી હતી. અકસ્માતમાં રણછોડભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

અકસ્માત સર્જાયો ત્યારે કાર નાળામાં ખાબકી ગઇ હતી અને કારચાલક ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો. રણછોડભાઈ ને નાના-નાના ત્રણ સંતાનો હતા.

જેમાં સૌથી મોટા પુત્રનું નામ રામ(ઉંમર 7 વર્ષ), દીકરી આરોહી (ઉંમર 5 વર્ષ) અને સૌથી નાનો દીકરો વિકાસ (ઉંમર 4 વર્ષ) ત્રણેય બાળકો એ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!