એક અજાણ્યા વાહન ચાલકે બાઇકને મારી જબરદસ્ત ટક્કર, અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ….

Published on: 12:29 pm, Thu, 19 August 21

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે ત્યારે ફેદરા થી બગોદરા માર્ગ પર એક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ લીલીયા ગામના વતની વિક્રમભાઈ જાદવ પોતાની બાઇક લઇને તેમના પત્ની ભાવનાબેન અને દીકરા પાર્થ સાથે બહારગામ જઈ રહ્યા હતા.

અને બીજી બાઈક પર દીકરો પ્રફુલ અને દીકરી પ્રિયંકા સાથે લુલીયા બ્રિજ તરફ જઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી અને તે ટક્કર મારીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ વિક્રમભાઈ જાદવ, ભાવનાબેન જાદવ અને આ બંને નો દીકરો પાર્થ નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી દીધી હતી.

અને 108 દ્વારા ઇજા પામેલા ભલે પ્રફુલ વિક્રમભાઈ જાદવ અને પ્રિયંકા બેન વિક્રમભાઈ જાદવ ને ઇજા પહોંચી હતી અને તેને તાત્કાલિક લોલીયા ગામ ધોળકા તાલુકાની પ્રાથમિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ત્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ફરાર થનાર વાહન ચાલકની શોધખોળ શરૂ છે. આ સમગ્ર મામલા પર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક અજાણ્યા વાહન ચાલકે બાઇકને મારી જબરદસ્ત ટક્કર, અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ…."

Leave a comment

Your email address will not be published.


*