ગાંધીનગરમાં બ્રિજ પર ટ્રક અને બાઈક ની ટક્કર, બાઈક પર સવાર યુવતીનું મૃત્યુ…

Published on: 10:34 am, Thu, 19 August 21

અકસ્માતમાં એક વ્યક્તિનું બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ગાંધીનગરમાં નભોઈ બીજ પર ગઈકાલે બપોરે એક અકસ્માત સર્જાયું હતું. આ અકસ્માતમાં દૂધના આઇસર ટ્રકની ટક્કરે બાઈક સાથે થઈ હતી અને બાઈક પર સવાર યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં ઇન્ફોસિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગુનો નોંધીને ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામતી યુવતીનું નામ સામે આવશે મૃત્યુ પામનાર યુવતીનું નામ લતાબેન નરોડા છે તેમની ઉંમર 26 વર્ષની હતી.

તેઓ જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ત્યારે ગઇકાલે લતાબેન બપોરના સમયે સહ કર્મચારી પ્રદિપસિંહ ગૌતમ સિંહ ગોહિલ સાથે બાઈક પર ગાંધીનગર તરફ આવી રહ્યા હતા.

ત્યારે બપોરના સમયે નભોઈ બ્રિજ પર દૂધનો એક આઈસર ટ્રક પૂરઝડપે બ્રિજ પર જઈ રહ્યો હતો ત્યારે તેને બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે પ્રદિપસિંહ અને લતાબેન બાઈક સાથે જમીન પર પડ્યા હતા.

જોરદાર ટક્કરને કારણે લતાબેન નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના સર્જાતા મોટી સંખ્યામાં વાહનચાલકો એકઠા થઇ ગયા હતા અને બ્રિજ પર રાખી જામ થઈ ગયું હતું.

પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કર્યા બાદ લતાબેન ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઈજાગ્રસ્ત પ્રદીપ સિંહને સારવાર માટે તાત્કાલિક અર્થ સિવિલમાં મોકલવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!