કોંગ્રેસની બે મહિલા આગેવાનો વચ્ચે થઈ જાહેરમાં માથાકૂટ, પૂર્વ મેયર ને આંખના ભાગમાં…

Published on: 3:49 pm, Thu, 19 August 21

ગુજરાતમાં 2022માં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ પહેલાં ગુજરાતની કોંગ્રેસની બે મહિલા નેતાઓ વચ્ચેની માથાકૂટ ની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ સમગ્ર ઘટના બુધવારની છે. મળતી માહિતી મુજબ ભાવનગરમાં કોંગ્રેસની પૂર્વ અને વર્તમાન મહિલા અધ્યક્ષ વચ્ચે માથાકૂટ થઈ હતી.

મળતી માહિતી મુજબ બુધવારના રોજ કોંગ્રેસની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં બે મહિલા નેતાઓ વચ્ચે માથાકુટ થઇ હતી.

મળતી માહિતી મુજબ કોંગ્રેસના પૂર્વ મેયર અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે માથાકુટ થઇ હતી. કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના બંને મહિલા નેતા ને શાંત પાડીને સમગ્ર મામલાને રફા દફા કર્યો હતો.

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા કસારા ડીમોલેશન મામલે મહાનગરપાલિકાના ધેરવા કરવામાં આવી રહ્યા હતા. આ સમગ્ર કાર્ય દરમિયાન કોંગ્રેસના બે મહિલા નેતાઓ વચ્ચે માથાકુટ થઇ હતી. કોંગ્રેસના પૂર્વ મેયર પારુલ ત્રિવેદી અને પૂર્વ મહિલા પ્રમુખ વચ્ચે માથાકુટ થઇ હતી.

આ બંને મહિલા એકબીજાનું ગળું પકડ્યું હતું. ભરતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું કે ઘણા લાંબા સમયથી પક્ષમાં વર્ચસ્વને લઈને આ બંને આગેવાનો વચ્ચે વિવાદ ચાલી રહ્યા હતા.

આ માથાકૂટ દરમિયાન પૂર્વ મેયર પારુલ ત્રિવેદીને આંખ પર ઈજા પહોંચી હતી. ઈજા થવાના કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!