એક બેકાબૂ ડમ્પર ચાલકે બાઈક સવાર શિક્ષકને લગાવી જબરદસ્ત ટક્કર, શિક્ષકનું કરૂણ મૃત્યુ…

Published on: 12:46 pm, Sun, 6 February 22

શિકારના અજીતગઢ માં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત શનિવારના રોજ બન્યું હતું. મળતી માહિતી અનુસાર અહીં એક ડમ્પર ચાલકે બાઇક સવારને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ચક્કર લગાવ્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ત્યાંથી તેને વધુ સારવાર માટે જયપુર રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનું નામ પ્રકાશચંદ્ર મીના હતું. તેની ઉંમર 26 વર્ષની હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં સરકારી નોકરી કરતો હતો. મળતી માહિતી અનુસાર પ્રકાશચંદ્ર જ્યારે પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં એક બેકાબૂ ડમ્પર ચાલકે તેની બાઈક ની જબરદસ્ત ટક્કર લગાવી હતી. જ્યારે પ્રકાશચંદ્ર ને વધુ સારવાર માટે જયપુર લઇ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક બેકાબૂ ડમ્પર ચાલકે બાઈક સવાર શિક્ષકને લગાવી જબરદસ્ત ટક્કર, શિક્ષકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*