લગ્નમાંથી ઘરે પરત ફરી રહેલા એક યુવકને થાર કારે લગાવી જબરદસ્ત – મોટાભાઈની નજર સામે નાના ભાઈનું કરૂણ મૃત્યુ…

Published on: 2:00 pm, Sun, 6 February 22

હરિયાણાના કૈથલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક થાર કારે એક યુવકને અડફેતેમાં લીધો હતો. આ અકસ્માતમાં યુવકનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકની ઉંમર 38 વર્ષની હતી.

મળતી માહિતી અનુસાર યુવક લગ્ન સમારોહમાં થી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડયો હતો. અકસ્માત બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કુરુક્ષેત્રની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં થાર કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ પરવાના હતું. તે પોતાના ચારે ભાઈઓ માંથી સૌથી નાનો હતો.

મળતી માહિતી અનુસાર પરવાના પોતાના ભાઈ હોશિયાર સિંહ સાથે લગ્ન સમારોહમાં ગયો હતો. લગ્ન સમારંભ પૂરો થયા બાદ તેઓ સામેની બાજુ મૂકેલી પોતાની કાર તરફ જઈ રહ્યા હતા. પરવાના આગળ જઈ રહ્યો હતો અને તેની પાછળ તેનો ભાઈ હોશિયાર છે જોઈ રહ્યું હતું.

ત્યારે એક બેકાબૂ થાર કારે પરવાના ને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અને થાર કાર રોડની બાજુમાં પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી. ઘટના બન્યા બાદ થારચાલક કારમાંથી નીચે ઉતરીને ત્યાં ઊભો રહે છે. ત્યારબાદ મોટી સંખ્યામાં ભીડને જોઈને ત્યાંથી ભાગી જાય છે.

ત્યારબાદ ઇજાગ્રસ્ત પરવાનાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ ત્યાં ડોક્ટર તેને મૃત જાહેર કરે છે. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાંથી ઘરે પરત ફરી રહેલા એક યુવકને થાર કારે લગાવી જબરદસ્ત – મોટાભાઈની નજર સામે નાના ભાઈનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*