ખાટલા પર સુઈ રહેલા એક બાળક પર અચાનક ચડી ગઈ બેકાબૂ કાર, બાળકનું ઘટના સ્થળે મૃત્યુ….

100

હાલના સમયમાં અકસ્માતના અવારનવાર બનાવો બની રહ્યા છે ત્યારે અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ જૌનપુર જિલ્લાના એસ.પી.અસરા બાદ ગામમાં એક વિશ્વસનીય અકસ્માત થયો છે.

મળતી માહિતી મુજબ બપોરે ખાટલામાં સૂઇ રહેલા એક બાળકને એક બેકાબૂ થયેલી કારે જબરદસ્ત ટક્કર મારી છે અને સૂતેલા બાળક પર કાર પલટી ખાઈ ગઈ છે. બાળક પર કાર પલટી ખાતા બાળક ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો છે.

આ ઉપરાંત કાર પલટી ખાઇ જતા કારમાં બેઠેલા ચાર લોકોને સારી એવી ઇજા પહોંચી છે. આ બનાવ સુલતાનપુર જિલ્લાના કરોદી કલાના મગરસન ખુદ ના રહેવાસી એવા તિલક ધારી નો પુત્ર લવ કુશ જે શુક્રવારના રોજ સવારે 10 વાગે પોતાના મામાના ઘરે આવ્યો હતો.

તેના મામાનૂઘર લખનઉથી બાલીયા હાઈવેની બાજુમાં છે. મળતી માહિતી મુજબ લવકુશ બપોરના સમયે ખાટલામાં સુઈ રહ્યો હતો ત્યારે સુલતાનપુર થી શાહદા બાજુ આવતી એક બેકાબૂ કાર હાઇવે પરથી નીચે ઉતરીને ખાટલા પર સૂતેલા બાળક પર પલટી ખાઈ ગઈ છે.

ખાટલા પર સૂતેલા બાળક પર કાર પલટી ખાઈ જતા ઘટનાસ્થળે જ બાળકનું મૃત્યુ થઈ ગયું છે અને કારમાં બેઠેલા લોકોને પણ ઈજા પહોંચી છે.

ઘટના બની ગયા બાદ ગામના લોકોએ પોલીસને બોલાવી દીધા હતી. લવકુશ ના ઘરે જ્યારે ખબર પડી કે તેમનો બાળક અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે ત્યારે પરિવારના શોકનો માહોલ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!