ખેડૂતો ભરાયા રોષે, ભાજપના આ દિગ્ગજ નેતાના ફાડ્યા કપડાં, સમયસર પોલીસે આવીને કર્યો બચાવ નહિતર…

68

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દિલ્હી બોર્ડર પર છેલ્લા કેટલાક મહિનાથી ખેડૂતો દ્વારા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં કૃષિ કાયદા અને વિરોધમાં એક આશ્ચર્યજનક ઘટના બની છે. મળતી માહિતી મુજબ શ્રી ગંગાનગર માં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા.

ખેડૂતોએ ભાજપના નેતા કૈલાશ મેઘવાલ આ સાથે ગેરવર્તન કરીને કપડાં ફાડી કાઢ્યા હતા જે ચર્ચાનો વિષય બન્યો હતો. મળતી માહિતી મુજબ ભાજપના નેતા કૈલાસ મેઘવાળ મોંઘવારી અને સિંચાઈના મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા ગયા હતા.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ કૃષિ કાયદાને લઈને આવી ઘટના સામે આવી નથી. આ ઉપરાંત હરિયાણામાં અનેક ભાજપા નેતાઓ સાથે આ પ્રકારના વર્તન થયા છે.

આ ઉપરાંત પંજાબના મલોટ શહેરમાં ભાજપના ધારાસભ્ય સાથે પણ આ રીતનું ગેરવર્તન થયું હતું. ત્યાં તેમના કપડાં ફાડી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ વિરોધ કરતા ખેડૂતો માંથી કોઈપણ લોકોએ આ રીતનું ગેરવર્તન નહોતું કર્યું.

પરંતુ બીજા લોકોએ આ માહોલ નો લાભ ઉઠાવીને ભાજપના નેતાઓ સાથે આ રીતનું વર્તન કર્યું છે. આ સમગ્ર ઘટનાના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને નેતાઓને બચાવ્યા હતા.

આ ઉપરાંત અલવર જિલ્લાની સાજાપુર બોર્ડર પર પણ ભાજપના નેતા પ્રેમ સિંહ સાથે પણ આ રીતની ઘટના બની હતી. જેને લઇને પોલીસે ને રિપોર્ટ મોકલ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!