ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે.
ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો ગઢ જમાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત્યારે હવે ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રી ઓ પરિવર્તન આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આગામી ઓગસ્ટ મહિનાની 15 તારીખ ના રોજ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત આવશે. આ ઉપરાંત ગુજરાતમાંથી પાંચેય કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોપવામાં આવશે.
આ પાંચે કેન્દ્રીય મંત્રીઓને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જવાબદારીઓ સોંપવામાં આવશે. આ ઉપરાંત મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરી લોકસંવાદ કરશે. 16 થી 19 ઓગસ્ટ સુધી મંત્રીઓ ગુજરાતના પ્રવાસ માં રહેશે.
મંત્રીઓના કાર્યક્રમની વાત કરીએ તો મંત્રી દર્શના જરદોશને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ ની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત પરષોત્તમ રૂપાલાને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ ની જવાબદારી આપવામાં આવી છે.
આ ઉપરાંત મનસુખ માંડવીયા સૌરાષ્ટ્રના 5 જીલ્લાઓનો પ્રવાસ કરશે. મંત્રી મહેન્દ્ર મુંજપરા સૌરાષ્ટ્રના નેતાઓ સાથે સંપર્કમાં રહેશે. મંત્રી દેવુસિંહ ચૌહાણ મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ ના પ્રવાસ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!