રાજકોટ-ભાવનગર હાઇવે પર એક બેકાબૂ કાર ચાલકે એક્ટિવાને લગાવી જબરદસ્ત, બે પાટીદાર યુવકના કરૂણ મૃત્યુ…

Published on: 10:19 am, Tue, 26 April 22

રાજકોટ ભાવનગર હાઇવે પર બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે પાટીદાર યુવકે પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા વીરનગર પાસે આ હિટ એન્ડ રનની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર એક બેકાબૂ કારચાલકે એક એકટીવા ની જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા.

આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર બંને પાટીદાર યુવકો વીરનગર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે જતી એક બેકાબૂ કારે એકટીવાની જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં તેની જેનીશ હરેશભાઈ બરવાળીયા અને કેનીલ હિતેશભાઈ પરસાણાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર જેનિસ અને કેનીલ બંને એક્ટીવા પર સવાર થઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા જેનીશની ઉંમર 21 વર્ષની હતી અને ફેમિલી ઉંમર 20 વરસની હતી. આ ઘટના બની ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને પાટીદાર યુવકોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટ-ભાવનગર હાઇવે પર એક બેકાબૂ કાર ચાલકે એક્ટિવાને લગાવી જબરદસ્ત, બે પાટીદાર યુવકના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*