સુરતમાં આવેલી સેવન સ્ટાર હોટલના એકાઉન્ટ મેનેજરનો હોટલના કર્મચારીએ જીવ લઇ લીધો – જાણો જીવ લેવાનું કારણ…

Published on: 10:47 am, Tue, 26 April 22

સુરત શહેરમાં ડુમસ રોડ પર બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ડુમ્મસ રોડ પર આવેલી સેવન સ્ટાર હોટલમાં એક જીવ લેવાનો બનાવ બનતાં ભારે અફરાતફરી મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર અહીં હોટલના એકાઉન્ટ મેનેજરનો ધારદાર વસ્તુઓ વડે જીવ લઈ લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે એકાઉન્ટ મેનેજર બપોરના સમયે 23 લાખ રૂપિયાનું બેગ લઈને જતો હતો અને તે અચાનક ગાયબ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને હોટલ સંચાલકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમ્યાન સ્ટોરમાંથી હોટલના એકાઉન્ટ મેનેજર મૃતદેહ મળી આવ્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી લૂંટના લાખ રૂપિયા લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના ડુમસ રોડ પર આવેલી સેવન સ્ટાર હોટલ LE MERIDIENમાં બની હતી. આ હોટલમાં છેલ્લા 7 વર્ષથી એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરતા જીવંત રાવત પોતાની પાસે રહેલા 23 લાખ રૂપિયા લઈને બેંકમાં નાખવા માટે ગયા હતા.

ત્યારે તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. મળતી માહિતી મુજબ એકાઉન્ટ મેનેજરનો ફોન ન લાગતા હોટલમાં કામ કરતાં કર્મચારીઓને શંકા જતા તેઓએ આ ઘટનાની જાણ ડુમસ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી હતી.

ત્યારે હોટલના એક કર્મચારી પર પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરીને તેની કડક પૂછપરછ કરી હતી. ત્યારે પૂછપરછ દરમિયાન કર્મચારીએ કહ્યું કે, એકાઉન્ટ મેનેજર પૈસાનું બેગ લઈને બેંકમાં ભરવા જતા હતા ત્યારે તેને શોરૂમમાં બોલાવ્યા હતા. ત્યારબાદ પોતાની સાથે રહેલા અન્ય એક કર્મચારીની મદદથી ધારદાર વસ્તુઓ વડે એકાઉન્ટ મેનેજરના ગળા પર પ્રહાર કર્યો હતો.

પૂછપરછ દરમિયાન હોટલના કર્મચારી એ કબૂલ કર્યું કે, એકાઉન્ટ મેનેજરનો જીવ લઈને 30 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. પોલીસે હોટલના કર્મચારી પાસેથી ચાર લાખ રૂપિયાની કબજે લીધા છે. આ ઘટનામાં કર્મચારીનો સાથ દેનાર કર્મચારી ફરાર છે. હાલમાં પોલીસે તેની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં આવેલી સેવન સ્ટાર હોટલના એકાઉન્ટ મેનેજરનો હોટલના કર્મચારીએ જીવ લઇ લીધો – જાણો જીવ લેવાનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*