શું આવતીકાલે કોર્ટ દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર આરોપી ફેનીલ ગોયાણીને સજા સંભળાવશે? આરોપીને શું સજા થવી જોઈએ તમે જ કહો…

Published on: 6:28 pm, Mon, 25 April 22

સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા વિસ્તારમાં ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો તેના પરિવારજનો સામે જ જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ ગુજરાતની જનતાના રૂંવાટા ઉભા થઇ ગયા હતા. 6 એપ્રિલના રોજ આ કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. મળતી માહિતી મુજબ 16 એપ્રિલના રોજ કોર્ટ આરોપી ફેનીલને સજા સંભળાવવાનું હતું.

પરંતુ બચાવ પક્ષના વકીલ હાજર ન રહેવાના કારણે 21 એપ્રિલે સુનાવણી મુલતવી રાખી હતી. 21 એપ્રિલેના રોજ આરોપી ફેનીલને કોર્ટે દોષિત ઠરાવ્યો હતો. 22 એપ્રિલેના રોજ આરોપી ફેનીલની સજા પર દલીલો થઈ હતી. સૌપ્રથમ કોર્ટમાં બચાવપક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકાર પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી.

દલીલો દરમિયાન સરકાર પક્ષનું કહેવું હતું કે, વેબસીરીઝ જોઈને આરોપીએ દીકરીનો જીવ લીધો છે. ત્યારે બચાવ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે, વેબસીરીઝ જોતો એટલે અટકાવી દશો? બંને પક્ષ વચ્ચે ખૂબ જ દલીલો થઈ હતી. જ્યારે કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને 26 એપ્રિલના રોજ સજાની તારીખ સંભવિત જાહેર કરવામાં આવી છે.

26 એપ્રિલના રોજ લગભગ આરોપીને કોર્ટ સજા સંભળાવી શકે છે. સરકારી પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, અમારો આ કેસ માત્ર વિડીયો પર આધારિત નથી. આરોપીએ ગણતરીપૂર્વક દીકરીનો જીવ લીધો છે. અને આરોપી ક્રિમિનલ માનસિકતા આવતો હતો. આરોપીએ ધારદાર વસ્તુ ખરીદવા માટે ફ્લિપકાર્ટ દ્વારા ઓર્ડર કર્યો હતો.

ઓર્ડર કેન્સલ થયા બાદ તેને મોલમાંથી ધારદાર વસ્તુ ખરીદી હતી. એટલું જ નહીં પરંતુ આરોપીએ જીવ લેવા માટે પહેલા રેકી પણ કરી હતી. તે દીકરીને શોધવા તેની કોલેજ પણ ગયો હતો. એટલું જ નહીં પરંતુ દીકરીની બહેનપણીને કહ્યું હતું કે, આજે ગ્રીષ્માના ઘરે જઈને કાંઈક મોટું કરવાનો છું.

આટલું જ નહી પરંતુ આ ઘટના બની તે પહેલા તેને ક્રિષ્ના નામની યુવતી સાથે પણ વાત કરી હતી, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો કે, આજે તેનો જીવ લઇ લેવાનો છું. સરકાર પક્ષે દલીલ કરતાં જણાવ્યું કે, દરેક વાલીયો વાલ્મિકી નથી બની શકતો. ભય વિના પ્રીત ન થાય.

આ કારણોસર આરોપીને સખતમાં સખત સજા મળવી જોઈએ.બચાવ પક્ષનું કહેવું છે કે આરોપી ફેનીલ ગોયાણીને જેમ બને તેમ ઓછી સજા થવી જોઈએ. તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં આપો કે આરોપી ફેનીલ ગોયાણીને શું સજા થવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું આવતીકાલે કોર્ટ દીકરી ગ્રીષ્માનો જીવ લેનાર આરોપી ફેનીલ ગોયાણીને સજા સંભળાવશે? આરોપીને શું સજા થવી જોઈએ તમે જ કહો…"

Leave a comment

Your email address will not be published.


*