સુખી પરિવારની એક વૃદ્ધ મહિલાએ પોતાનો જીવ ટૂંકો કર્યું, જાણો મહિલાએ આવું શા માટે કર્યું…

83

આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ઘણા લોકો આર્થિક રીતે મદદ કરીને પોતાનો જીવ ટૂંકો કરે છે અને ઘણા લોકો મજબૂરીના કારણે પોતાનો જીવ ટૂંકો કરે છે. ત્યારે હાલમાં એક વૃદ્ધ મહિલાના જીવ ટૂંકો કરવાની ઘટના સામે આવી છે.

વૃદ્ધ મહિલાનું નામ આનંદીબેન બાબુભાઈ પોલ હતું. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના વસ્ત્રાલ તળાવ નજીક અજાણી જગ્યાએ એક વૃદ્ધ મહિલાનું મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

વૃદ્ધ મહિલા અને મૃતદેહ એવી હાલતમાં મળ્યું હતું કે શરૂઆતમાં એવું લાગતું હતું કે વૃદ્ધ મહિલાનો કોઈ કે જીવ લઈ લીધો છે તેવું પોલીસને લાગી રહ્યું હતું. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મહિલાએ પોતે જ પોતાનો જીવ કર્યો છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાની ઉંમર 63 વર્ષની હતી. આનંદીબેન સાત તારીખના રોજ પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને ઘર છોડવા પાછળનું કારણ તેમની બીમારી હતી.

પોતાનો જીવ ટૂંકો કરે એ પહેલા મહિલા એક ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું બીમારી ની દવા ખાઈને કંટાળી ને પોતાનો જીવ ટૂંકો કરું છું. આ માટે અન્ય કોઇ જવાબદાર નથી.

આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે વૃદ્ધ મહિલા આનંદીબેને જંતુનાશક દવા પીને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. પોલીસ દ્વારા વૃદ્ધ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!