દેશના પૂર્વ ભાગમાં વધુ એક વાવાઝોડાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે,આ સાથે જ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં જે વાવાઝોડાનો ખતરો છે તે ગુલાબ વાવાઝોડામાં ફેરવાઇ શકે છે.જો આ પ્રેસર વાવાઝોડામાં ફેરવાય તો સીધું ઓડિશા અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી શકે છે.દરિયામાં થઇ રહેલી આ ઘટનાને જોતા કોલકત્તા,મિદનાપુર,24 પરગણા સહિત આખા બંગાળમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
IMD એ એલર્ટ આપતા કોલકાતા પોલીસે કંટ્રોલરૂમ શરૂ કરી દીધી છે અને બધા જ પોલીસ સ્ટેશનને લઈને હાઇ એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે.આંધ્રપ્રદેશ,ઓડિશા અને બંગાળના દરિયાકિનારા પર એલર્ટને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શનિવારે જ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે શનિવારે સવારે પ્રેશર ગોપાલપુર થી 500 કિમી દૂર કેન્દ્રિત હતો.IMD કહ્યુ કે આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાન તેજ થઈ જાય તેવી સંભાવના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!