ઘરની બહાર રમી રહેલા 2 વર્ષના માસુમ બાળકને દારૂડિયો ઉપાડી ગયો, પછી તેની સાથે કંઈક એવું કર્યું કે… બાળકનું આખું પરિવાર દોડતું થઈ ગયું…

Published on: 12:51 pm, Wed, 23 November 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની અને અપહરણની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘરની બહાર રમતા 2 વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે બાળકનો આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. નશાની હાલતમાં એક યુવક ઘરની બહાર રમી રહેલા 2 વર્ષના માસુમ બાળકને પોતાની સાથે ઉપાડી ગયો હતો.

આ સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકોએ દીકરાની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ દીકરો ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવી હતી. સમગ્ર ઘટના બની આબાદ પરિવારના લોકોએ શંકાના આધારે આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપીને ખબર નથી કે તેને માસુમ બાળકને ક્યાં અને કોની પાસે મૂક્યો છે.

હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહે છે અને બાળકને શોધવાના પ્રયાસ કરી લે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આગ્રામાં બની હતી. થાણા શાહગંજના તૌરથા ગલી નંબર 3માં રહેતા જયપ્રકાશ વિસ્તારમાં જ કરિયાણાની દુકાન ચલાવે છે. સમગ્ર ઘટનાને લઈને જયપ્રકાશના ભાઈઓ જણાવ્યું કે મંગળવાર ના રોજ સાંજના સમયે તેનો બે વર્ષનો ભત્રીજો મયંક ઘરની બહાર રમી રહ્યો હતો.

ત્યારે અચાનક જ તે ઘરની બહારથી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ પરિવારના લોકોએ મયંકની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો. ત્યારબાદ મયંક ગુમ થઈ ગયો છે તેની ફરિયાદ પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

પોલીસે બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને લોકોને અપીલ પણ કરી હતી. મયંકની શોધખોળ દરમિયાન ખબર પડી કે, લાલ રંગનું ટીશર્ટ પહેરી અને માથા પર રૂમાલ બાંધેલો એક યુવક મયંકને ઘરની બહારથી ઉપાડી ગયો હતો. ત્યારબાદ આ યુવક મયંક અને બાઇક પર લઈ જતો જોવા મળી રહ્યો છે.

સીસીટીવી ફૂટેજના આધારે પરિવારના લોકોએ આ યુવકની શોધખોળ કરી હતી અને થોડાક સમય બાદ પરિવારના લોકોએ યુવકને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ કસ્ટડીમાં જાણવા મળી રહ્યું છે કે યુવક નશાની હાલતમાં હતો. તેને કાંઈ યાદ નથી અને તેને મયંકને ક્યાં અને કોની પાસે મૂક્યો તે પણ યાદ નથી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ આરોપીની કડક પૂછપરછ કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની બહાર રમી રહેલા 2 વર્ષના માસુમ બાળકને દારૂડિયો ઉપાડી ગયો, પછી તેની સાથે કંઈક એવું કર્યું કે… બાળકનું આખું પરિવાર દોડતું થઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*