રાજ્યમાં કોરોના અંગે થયેલી સૂઓમોટો પર હાઇકોર્ટમાં આવતીકાલે મહત્વની સુનાવણી, જાણો.

Published on: 3:37 pm, Mon, 26 April 21

ગુજરાત હાઇકોર્ટ ગુજરાતમાં કોરોના ની સ્થિતિ અંગે કરેલી સુઓમોટો રીટ માં ગુજરાત સરકારને આદેશ આપ્યા હતા જેને લઈને હાઇકોર્ટમાં રાજ્ય સરકારે વિસ્તૃતમાં એફિડેવિટ કરશે.જે આજે હાઇકોર્ટમાં વિસ્તૃતમાં ઓનલાઇન એફિડેવિટ કરવામાં આવશે.

રાજ્ય સરકારના એફિડેવિટ પર હાઇકોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. જે કોરોનાની બેકાબૂ સ્થિતિ પર સરકાર એફિડેવિટમાં એક્શન પ્લાન રજૂ કરશે. જો કે રાજ્ય સરકારે કરેલી કામગીરી પર હાઈકોર્ટે અગાઉ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે કોરોના પોઝિટિવ દર્દીઓ ના નામ જાહેર કરવાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

જેમાં અપીલ કરાઇ હતી કે કોરોના ના દર્દીઓ ના નામ જાહેર કરવામાં આવે. જે મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે દર્દીઓના નામ નહીં, વિસ્તાર નામ જ જાહેર કરવા જરૂરી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત 14296 નવા કેસ સામે આવ્યા છે.જયારે આ દરમિયાન 157 લોકોના મોત નિપજયા છે.

તેની સાથે કોરોના નો મૃત્યુ આક 6328 પર પહોંચી ગયો છે. આ દરમિયાન ગઈ કાલે કોરોના ની સારવાર દરમિયાન 6727 લોકો સાજા થયા હતા. જેના લીધે કોરોના ને સાજા થવાનો આંકડો 3,74,699 સુધી પહોંચી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં કોરોના અંગે થયેલી સૂઓમોટો પર હાઇકોર્ટમાં આવતીકાલે મહત્વની સુનાવણી, જાણો."

Leave a comment

Your email address will not be published.


*