મોટા સમાચાર : પાકિસ્તાની હેકર્સે સી.આર.પાટીલ ની વેબસાઈટ હેક કરી, લખ્યું આક્રમક લખાણ.

140

પાકિસ્તાની હેકર્સે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની વેબસાઇટ હેક કરી છે.એક વાર ફરીથી પાક હેકર્સ ત્રાહિમામ વર્તાવ્યો છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની વેબસાઇટ હેક કરીને વાંધાજનક ફોટા અને લખાણ મૂક્યું છે.

પાકિસ્તાન હેકર્સ સી.આર.પાટીલ ની વેબસાઇટ હેક કરી કાળા ધબ્બ ડેસ્ક પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાંધાજનક ફોટા મૂક્યા છે અને લખાણ પણ લખ્યું છે.

વેબસાઈટ ખોલતા જ હેકિંગ નો મેસેજ આવે છે.બ્લુચિસ્તાન મામલે હેકર્સે લખાણ લખ્યું છે કે, લડશો તો પણ કંઇ મળશે નહિ.

કાળી આંખ મળશે અને પીએમ મોદીનો ફોટો પણ મોફ કરેલ ફોટો મૂક્યો છે એટલું જ નહિ પણ વાયુસેના અધિકારી અભિનંદન નો ફોટો પાકિસ્તાન ઝિંદાબાદ ની કૉમેન્ટ કરી છે.

એકબાજુ પાકિસ્તાને પોતાના દેશમાં વધતા કોરોના સંકટ ને છોડી હવે ભારતની મદદ કરવાની ઓફર કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન રજૂ કરીને કહ્યું કે તેઓ ભારતને વેન્ટિલેટર, ડિજિટલ એક્સ-રે મશીન અને પીપીટી કીટ સહિત કેટલીક જરૂરી વસ્તુઓની નિકાસ કરવા માટે તૈયાર છે.

થોડાક દિવસ પહેલા ઇમરાન ખાને પણ ટ્વીટ કરીને ભારતમાં કોરોના ને લઈને એકજૂથતા દેખાડી હતી અને બીજી બાજુ ત્યાં ના હેકર્સો આવી પ્રવૃતિઓ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!