સ્કૂલ ફી મામલે નાયબ મુખ્યમંત્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો વિગતે

Published on: 10:16 pm, Sun, 4 October 20

કોરોના મહામારી ને કારણસર રાજ્યમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું જેના કારણસર રાજ્યના લોકોને આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાથી રાજ્યમાં શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઇ રાજ્યની તમામ શાળાઓમાં ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ખાનગી શાળા સંચાલકો અને વાલીઓમાં મુદ્દે ઘણી દલીલો થઈ હતી. શાળા સંચાલકો દ્વારા તમામ ફી ભરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

પરંતુવાલીઓ આંદોલન કરતા અને હાઇકોર્ટના દરવાજો ખખડાવતા વાલીઓ અને શાળા સંચાલકોમાં હિતને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.સરકારે આદેશ કર્યો હતો કે, શાળાઓ વાલીઓને રાહત આપે અને 25 ટકા ફી ઓછી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દેશનો શાળા સંચાલકોએ સ્વીકાર કર્યો હતો તેમ છતાં.

વાલીઓ આ મામલે હજુ પણ આંદોલન કરી રહ્યા છે.આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું કે, શાળામાં માત્ર ટ્યુશન ફી વસુલ લઈ શકાશે.

એમાં પણ 35 ટકાની રાહત આપવા નીતિન પટેલે જણાવ્યું હતું. અન્ય કોઈ ફી ન વસુલવા શાળાઓને સુચના આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!