સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોને આ પાકને લઈને વધી ચિંતા

Published on: 10:33 pm, Sun, 4 October 20

ગુજરાત રાજ્યમાં ચોમાસું સત્તાવાર રીતે 10 ઓક્ટોબર બાદ વિદાય લેશે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં 44 ઈંચ સાથે સરેરાશ વરસાદ 135 ટકા નોંધાયો હતો. અધિક માસમાં પણ અમરેલી સહિત અનેક જિલ્લામાં મેઘરાજાનો કહેર શરૂ રહેતા ધરતીપુત્રો ચિંતામાં વધારો થયો છે.આજરોજ તાલાલા ગીરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પણ પડ્યો હતો. ધુંસિયા, ધામણવા, માથાસુરીયા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી.

વલસાડ જિલ્લામાં ધરમપુર અને ઢોલ ડુંગળીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.અમરેલીના સાવરકુંડલા પંથકમાં વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. સાવરકુંડલાના ઘનશ્યામ નગર, આદસંગ, થોરડી સહિતના ગામોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પાણી-પાણી થઇ ગયા હતા.

સતત વરસાદના પગલે ખેડૂતોને ચિંતાનો માહોલ પ્રસર્યો હતો. ખેડૂતોને તલ મગફળી બાદ હવે કપાસનો પાક પણ નિષ્ફળ જવાની ડર છે.

વાપી પંથકમાં બે અઠવાડિયાના વિરામ બાદ વરસાદ આવતા ગરમીથી પરેશાન લોકોને રાહત મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોને આ પાકને લઈને વધી ચિંતા"

Leave a comment

Your email address will not be published.


*