રાજ્યમાં ચોમાસાની વિદાયને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,જાણો વિગતે

Published on: 6:13 pm, Sun, 4 October 20

ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાયને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.રાજ્યમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક ને નુકશાન થયું છે.આપણે જણાવી દઈએ કે,રાજ્યમાં હાલ 135 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.હાલ માં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહા છે.અૉક્ટોમ્બર ના બીજા અઠવાડિયામાં ચોમાસામાં ગુજરાતમાંથી વિદાય લેશે તેવું હવામાન શાસ્ત્રી એ કહ્યું હતું.

ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય ને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં 10 ઓક્ટોબર વિદાય ને લઈને આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાની વિદાય પણ મોડી થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે.

આ ઉપરાંત કપાસના પાકને નુકસાનની ભીતિ પણ તેઓએ વ્યક્ત કરી છે. શિયાળુ પાક ખેડૂતો માટે સારા રહેવાની આશા વ્યક્ત હવામાનશાસ્ત્રીઓએ કરી છે.

આ વખતે શિયાળામાં કડકડતી ઠંડી પડવાના હવામાન શાસ્ત્રી એ ભલામણ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!