ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ને લઈને હાર્દિક પટેલે કર્યો મોટો દાવો,કહ્યું કે…

Published on: 5:44 pm, Sun, 4 October 20

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બર ના રોજ યોજાવાની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાલમાં બંને પક્ષ તરફથી જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણીમાં જીત અંગે બંને પક્ષો અલગ-અલગ દાવા કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ પેટા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે.

ગુજરાત વિધાનસભાની કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મોટો દાવો કર્યો કે, પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠક પર કોંગ્રેસનો વિજય થશે. ગુજરાતમાં મુખ્ય મુદ્દા અને સ્થાનિક મુદ્દાને લઈને અમે પ્રચાર કરીશું. બેરોજગારી,પાક વીમો અને સ્કૂલ ફીના આ મુદ્દાને લઈને અમે ચૂંટણી લડીશું.

પેટાચૂંટણીમાં કઇ રણનીતિ સાથે હાર્દિક પટેલ પેટાચૂંટણીના ઉતરીને કોંગ્રેસને જીત અપાવશે તેની પણ તેમણે એક ન્યૂઝ ચેનલના માધ્યમથી વાત કરી હતી.

તેઓએ વધારેમાં કહ્યું કે, પેટા ચૂંટણીના પ્રચારમાં ગુજરાતના મુખ્ય મુદ્દા અને સ્થાનિક મુર્દાને આવરી લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!