કોડીનારમાં 8 વર્ષની દીકરી પર દુષ્કર્મ કરવામાં આવ્યો અને તેનો મૃતદેહ કોથળામાં નાખીને ફેંકી દેવામાં આવ્યું – આરોપીને તાત્કાલિક ફાંસી આપવાની માંગ…

Published on: 11:03 am, Fri, 17 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ગીરના કોડીનારના જંત્રા ખડી ગામે ચાર દિવસ પહેલા 8 વર્ષની બાળકી સાથે ન થવાનું થયું હતું અને બાળકીનો જીવ લેવામાં આવ્યો હતો અને તેના મૃતદેહને એક કોથળામાં નાખીને ફેંકી દેવામાં આવ્યું હતું. આ ઘટના બનતા ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

આ ઘટનાને લઇને લોકોમાં હવે આ કોષ વધી રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઇને કોડીનાર શહેરના સોમનાથ મંદિર સર્વ સમાજ દ્વારા રેલી યોજવામાં આવી. કોડીનારમાં મોટી સંખ્યામાં મૌન રેલી યોજવામાં આવી હતી. આ લોકોએ આવેદન રૂપે મામલતદારને આવેદન આપીને આરોપી યુવકને ફાંસી આપવા માટેની માંગ કરી હતી.

આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. સમગ્ર ઘટના બનતા જ ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોની સાથે આ રેલીમાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ પણ જોડાયા હતા.

તમામ લોકોનું કહેવું છે કે આરોપી યુવકને તાત્કાલિક ફાંસીની સજા મળે. જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે પીડી દીકરીના પરિવારને મળીને તેમને સાંતત્વના સાથે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. જ્યારે આ ઘટના બની ત્યારબાદ અમુક કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

કોર્ટમાં આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તેમજ આ કેસમાં SITની રચના કરાઈ છે. આ મામલે આરોપી યુવકનો કેસ કોડીનારના કોઈ વકીલ નહીં લડે તેવી કોડીનાર આના બાર એસો.એ જાહેરાત કરી છે. 200થી પણ વધારે મહિલાઓએ તંત્રને આવેદનપત્ર આપીને આરોપી યુવકને ઝડપી કડક સજાની માંગ કરી છે.

કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરીને કહો કે આવા નરાધમ સાથે શું કરવું જોઈએ. મળતી માહિતી અનુસાર આરોપી શ્યામજીના મોબાઈલ માંથી મનવિકૃત થઈ જાય તેવી વિડિયો ક્લિપ પણ મળી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કોડીનારમાં 8 વર્ષની દીકરી પર દુષ્કર્મ કરવામાં આવ્યો અને તેનો મૃતદેહ કોથળામાં નાખીને ફેંકી દેવામાં આવ્યું – આરોપીને તાત્કાલિક ફાંસી આપવાની માંગ…"

Leave a comment

Your email address will not be published.


*